પરિવારનો આક્ષેપ:વડોદરામાં મેયરના વોર્ડમાં જ ગંદુ પાણી પીવાથી બિમાર પડેલી યુવતીનું મોત, પિતા પણ બિમાર - Alviramir

પરિવારનો આક્ષેપ:વડોદરામાં મેયરના વોર્ડમાં જ ગંદુ પાણી પીવાથી બિમાર પડેલી યુવતીનું મોત, પિતા પણ બિમાર

વડોદરા12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગંદુ પાણી પીવાથી મોત નિપજતાં યુવતીની ભારે હૈયે સ્મશાનયાત્રા નિકળી.

શહેરના જેતલપુર રોડ પર આવેલ હરિજનવાસમાં એક યુવતી ગંદુ પાણી પીવાથી બિમાર થયા બાદ ઝાડા-ઉલટી થતાં આજે તેનું મોત નિપજ્યું હતું. તેમજ યુવતીના પિતા પણ બિમાર છે. આ ઘટના વડોદરાના મેયરના વોર્ડમાં જ બની હોવાથી ચકચાર મચી જવા પામી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે ગંદુ પાણી પીવાથી જ યુવતીનું મોત થયું છે.

આખો પરિવાર બિમાર પડ્યો
વડોદરામાં છેલ્લા ઘણા સમયથી પાણી ધીમા પ્રેશરથી આવતું હોવાની તેમજ ગંદુ પાણી આવતું હોવાની હજારો ફરિયાદો કોર્પોરેશનમાં મળી છે. ત્યારે વડોદરાના મયેર કેયુર રોકડિયાના વોર્ડમાં જ જેતલપુર રોડ પર આવેલ હરિજનવાસમાં રહેતી ઉન્નતી નામની યુવતીનું ઝાડા-ઉલટી થયા બાદ મોત થયું છે. તેમજ યુવતીના પિતા અશ્વીનભાઇ પણ બિમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે નળમાં પીવાનું ગંદુ પાણી આવે છે તેના કારણે આ પરિવાર બિમાર પડ્યો અને તેમાં યુવતીનું મોત નિપજ્યું છે.

દસ વર્ષથી પાણીની સમસ્યા
યુવતીના પડોશી કેશવભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી અમારા વિસ્તારમાં પાણીની લાઇનની સમસ્યા છે. અહીં કોર્પોરેશનમાં કામ કરતા સફાઇ કર્મચારીઓ રહે છે. પરંતુ અહીંની સફાઇ માટે કોઇ ધ્યાન નથી અપાતું. પીવાનું ગંદુ પાણી આવતા યુવતીને કોલેરા, ઝાડા-ઉલટી થતાં તેનું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment