પરીક્ષા:આજથી રાજ્યભરમાં ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો આરંભ થશે - Alviramir

પરીક્ષા:આજથી રાજ્યભરમાં ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો આરંભ થશે

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગુરૂવારે લેવાશે સામાન્ય પ્રવાહના તમામ વિષયની પરીક્ષા
  • આજે પ્રથમ દિવસે ધો.10માં બેઝિક ગણિત તથા બપોરે પ્રથમ ભાષા, ધોરણ 12 સાયન્સમાં સવારે ગણિતનું પેપર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતી કાલ તા.18 જુલાઇને સોમવારથી ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો આરંભ થશે. તા.18મી જુલાઈથી 22 જુલાઈ દરમિયાન લેવાનારી આ પૂરક પરીક્ષા રોજ બે સેશનમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં ધો.10માં કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા 8,048 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાના કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા 938 છે.

જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 1648 પરીક્ષાર્થીઓ છે. સેન્ટ ઝેવિયર્સ ,દોલત અનંત વળીયા અને વિદ્યા વિહારમાં સાયન્સ અને બાકીની શાળાઓ મુકતા લક્ષ્મી ,ઘરશાળા, હોમ સ્કૂલ,દક્ષિણામૂર્તિ 1 અને 2 અને અલમહદીમાં સામાન્ય પ્રવાહના બેઠક નંબર ફાળવેલા છે. ભાવનગર જિલ્લામાં ધોરણ 10ની પૂરક પરીક્ષામાં કુલ 13 કેન્દ્રના 177 બ્લોકમાં 848 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ બિલ્ડીંગના 30 બ્લોકમાં 938 પરીક્ષા રહેશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના 6 બિલ્ડિંગમાં 56 બ્લોક રહેશે.

ધોરણ 10 ની પરીક્ષાનો આરંભ 18મી થી થશે.8 જુલાઇથી ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો આરંભ થશે ધો.10માં માર્ચ-2022માં લેવાયેલી પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આવતી કાલ 18 જુલાઇએ સવારે 10 કલાકથી બેઝિક ગણિત તથા બપોરે 3 વાગ્યાથી ગુજરાતી સહિતની પ્રથમ ભાષાની પરીક્ષા લેવાશે.

19 જુલાઇએ સવારે 10 વાગ્યાથી સ્ટાન્ડર્ડ ગણિત તથા બપોરે 3 વાગ્યાથી ગુજરાતી(દ્વિતીય ભાષા) પરીક્ષા લેવાશે. 20મીએ સવારે 10 વાગ્યાથી સામાજિક વિજ્ઞાન તથા બપોર 3 વાગ્યાથી અંગ્રેજી(દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવાશે. 21મીએ સવારે 10 વાગ્યાથી વિજ્ઞાન તથા બપોરે 3 વાગ્યાથી ધો.12 સામાન્ય પ્રવાહનું સેશન રહેશે. 22 જુલાઇએ સવારે 10 વાગ્યાથી દ્વિતીય ભાષા/વોકેશનલની પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment