પાઇપલાઇનમાં ભંગાણ:વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ, એક દિવસ પુરવઠો બંધ રહેશે - Alviramir

પાઇપલાઇનમાં ભંગાણ:વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ, એક દિવસ પુરવઠો બંધ રહેશે

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • નગરપાલિકાએ રીપેરીંગ કામગીરી હાથ ધરી

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. પાણીની લાઈનમાં લીકેજ થતા તેની મરામત કરવાની નોબત આવી હોય શનિવાર બપોર બાદ થી લઈને રવિવાર સુધી જાહેર જનતાને પાણી પૂરું પાડી શકાશે નહીં.

એક દિવસ પાણી પુરવઠો બંધ
આ અંગે વાપી નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાપી નગરપાલિકા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતી GRP લાઈનમાં દમણગંગા નદી નજીક સ્મશાન ભૂમિના સર્વિસ રોડ પર 900MM ડાયા GRP લાઈનમાં લીકેજ હોવાથી 16મી જુલાઈ બપોરથી લઈને 17મી જુલાઈ રવિવાર સુધી વાપીનો પાણી પુરવઠો બંધ રહેશે.

પાઇપલાઇન સાંધવાની કામગીરી હાથ ધરાઈ
હાલ જે સ્થળે પાણીની પાઇપલાઇન માં લીકેજ થયું છે. ત્યાં બે JCBની મદદથી ખોદકામ કરી પાઇપલાઇન સાંધવાની કામગીરી હાથ ધરાઈ છે. મળતી વિગતો મુજબ અહીં ત્રણેક દિવસ પહેલા આ લીકેજ થયું હતું. જે દરમ્યાન ભારે વરસાદ હોય મરામતની કામગીરી કરી શકાય નહોતી. 3 દિવસમાં મોટાપાયે પાણીનો વેડફાટ કર્યા બાદ 16મી જુલાઈ શનિવારે મેઘરાજાએ વિરામ લેતા પાઇપલાઇન ની રિપેરીગ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાઇપલાઇન માં લીકેજ ને કારણે મોટી માત્રામાં પાણી વહી નીકળતા નજીકમાંથી પસાર થતી ખનકી પાણીના કારણે નહેરમાં ફેરવાઈ ગઈ છે.

આથી વાપી નગરપાલિકનાં જાહેર જનતાને જણાવવાનું કે દમણગંગા સ્મશાન ભૂમિના સર્વિસ રોડ ઉપર 900 એમ.એમ. ડાયા જી.આર.પી લાઈનમાં લીકેજ હોવાથી આજ રોજ તા:16 જુલાઈ 2022નાં રોજ બપોર પછી વાપીનો પાણી પુરવઠો બંધ રહેશે. તેમજ તા:17 જુલાઈ 2022નાં રોજ વાપી નગરપાલિકાનાં સમગ્ર વિસ્તારનો પાણી પુરવઠો બંધ રહેશે. જેની નોંધ લેવી તેમ નગર પાલિકાના પ્રમુખે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment