પાગલે ભારે કરી:ભુજમાં માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ખાનગી બસ હંકારી મુકતા અફરાતફરી મચી, અનેક વાહનોને અડફેટે લેતા નુકસાન - Alviramir

પાગલે ભારે કરી:ભુજમાં માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ખાનગી બસ હંકારી મુકતા અફરાતફરી મચી, અનેક વાહનોને અડફેટે લેતા નુકસાન

કચ્છ (ભુજ )14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પાગલ વ્યક્તિને લોકોએ પકડી બસ નીચે ઉતાર્યો

ભુજ શહેરમાં આજે એક માનસિક અસ્વસ્થ વ્યકિતએ પાર્કિંગમાં પડેલી બસ ચાલુ કરી દેતા અફરાતફરી મચી હતી. બસ દોડવા લાગતા રસ્તા પર પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું. કેટલાક લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

બસ દોડાવનાર પાગલને લોકોએ પકડી પાડ્યો
ભુજ શહેરના અતિ વ્યસ્ત વીડી સર્કલ પાસે આજે સવારે 11. 30 વાગ્યાની આસપાસ ઉભેલી ખાનગી બસમાં એક માનસિક અસ્વસ્થ વ્યક્તિ ચડી ગયો હતો અને ડ્રાઈવર સીટ પર બેસી બસનો સેલ મારી ચાલુ કરી દેતા ગેરમાં પડેલી બસ ચાલતી થઈ ગઈ હતી. જેના કારણે આસપાસ ઉભેલા બેથી ત્રણ વ્યક્તિ હડફેટે આવી જતા ઇજા પામ્યા હતા. બાદમાં ધીમી ગતિ સાથે બસ સામે તરફના માર્ગે જઈને અટકી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યાં અનેક દ્વિચક્રી બાઇકોમાં નુકસાન થયું હતું. બનાવના પગલે આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે ઘટનાસ્થળે ઉપસ્થિત ભીડે બસ ચાલાવનાર વ્યક્તિને પકડી પાડીને નીચે ઉતારી પાડ્યો હતો.

અટકી અટકીને ચાલતી બસથી વાહનચાલકો ઉભા રહી ગયા
આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર શહેરના વીડી સર્કલ પાસે ભય ફેલાવનાર ઘટનામાં બે ત્રણ વ્યક્તિઓ ઇજા પહોંચી હતી જ્યારે કેટલાક પાર્ક થયેલા વાહનો પણ ખાનગી બસની હડફેટે આવી જવાથી નુકસાન પામ્યા હતા. ઘડીભર માટે પસાર થતા વાહન ચાલકો પણ ઉભા રહી ગયા હતા. સદભાગ્યે બનાવમાં કોઈ જાનહાનિ ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગાંધીધામ આદિપુર, મુન્દ્રા માંડવી તરફ જતી ખાનગી મીની લકઝરી બસો આ સ્થળેથી પ્રસ્થાન કરતી હોય છે. જે પૈકીની એક બસ ઉપર પાગલ ચડી ગયો હતો અને બસને હંકારી મૂકી હતી. ઉલ્લેખનીય છે એક વર્ષ પૂર્વે ભચાઉ એસટી વર્કશોપમાં પડેલી બસને પણ એક પાગલ વ્યક્તિએ હંકારી મુકતા અફડાતફડીનો માહોલ સર્જી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment