પાટીદાર સમાજની બેઠક મળી:હિંમતનગરના ઉમિયાવાડી ખાતે સમાજને એક કરવા તેમજ બાળકોના શિક્ષણ અંગેના મુદ્દાઓ વિશે ચર્ચા - Alviramir

પાટીદાર સમાજની બેઠક મળી:હિંમતનગરના ઉમિયાવાડી ખાતે સમાજને એક કરવા તેમજ બાળકોના શિક્ષણ અંગેના મુદ્દાઓ વિશે ચર્ચા

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • દરેક જિલ્લાઓમાં સમાજના આગેવાનો સાથે ચિંતન શિબિર યોજવામાં આવશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી ઉમિયવાડી ખાતે શનિવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કડવા પાટીદાર સમાજની બેઠક મળી હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હોદેદારો ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકોને ભણતરની વિકાસ કરવાની ચર્ચાઓ કરવામાં આવી
તાજેતરમાં વિશ્વ પાટીદાર ફેડરેશન તરીકે સી. કે. પટેલની ઉપસ્થિતિમાં અલગ અલગ લોકોને એક કરવા માટે બેઠક યોજાઇ હતી. જેમાં બે જિલ્લાના પ્રમુખ સહિત હોદેદારોએ 17 સમાજ સાથે સંકલન કરી અને પાટીદાર સમાજ અલગ અલગ આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજને એક કરવાનુ બેઠકમાં ચર્ચાઓ કરી હતી. ગુજરાતના દરેક જિલ્લાઓમાં સમાજના આગેવાનો સાથે ચિંતન શિબિર યોજવામાં આવશે.પાટીદાર સમાજના વિકાસ અને બાળકોને ભણતરની વિકાસ કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી. અને પાટીદાર સમાજ એક કરવા માટે બેઠકમાં ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment