પાણીજન્ય રોગચાળા સામે તંત્ર સક્રિય:નર્મદા જિલ્લામાં પાણીજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ હરકતમાં, ગામેગામ ટીમોએ સર્વે કામગીરી હાથ ધરી - Alviramir

પાણીજન્ય રોગચાળા સામે તંત્ર સક્રિય:નર્મદા જિલ્લામાં પાણીજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ હરકતમાં, ગામેગામ ટીમોએ સર્વે કામગીરી હાથ ધરી

નર્મદા (રાજપીપળા)30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભરાયેલાં પાણીનો નાશ કરી લોકોને ટેબ્લેટ અને પગના તળિયા ફાટ્યા હોય તેમને ક્રીમ સહિત દવાઓનું વિતરણ
  • આરોગ્ય વિભાગની ટીમો ગામેગામ જઈને ગામની પાણીની ટાંકીઓનું ક્લોરીનેશન કરી રહી છે

નર્મદા જિલ્લામાં વરસાદના વિરામ બાદ જિલ્લામાં પાણીજન્ય રોગો ના ફેલાય એ માટે જિલ્લા કલેક્ટર ડી.એ શાહ અને ડીડીઓ અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો ગામેગામ જઈને ગામની પાણીની ટાંકીઓનું ક્લોરીનેશન કરી રહી છે. સાથે સાથે ભરાયેલાં પાણીનો નાશ કરી લોકોને ટેબ્લેટ અને પગના તળિયા ફાટ્યા હોય તેમને ક્રીમ સહિત દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

પાણીજન્ય રોગચાળો ન ફેલાય એ માટે તંત્ર સક્રિય
નોંધનીય છે કે નર્મદા જિલ્લામાં ગામેગામ સ્વચ્છતા કરવામાં આવી રહી છે અને લોકોને પાણી સ્વચ્છ પીવા મળે એવી કામગીરી હાલ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઘરે ઘરે જઈને આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment