પાણીની નિરાંત:શેત્રુંજી-બોરતળાવમાં ભરાઈ ગયુ આખુ વર્ષ ચાલે તેટલું પાણી - Alviramir

પાણીની નિરાંત:શેત્રુંજી-બોરતળાવમાં ભરાઈ ગયુ આખુ વર્ષ ચાલે તેટલું પાણી

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

શેત્રુંજી ડેમ

  • વરસાદી વ્યવસ્થાપન : બોરતળાવ આખું વર્ષ રહ્યું ભર્યું ભર્યું, 300 કુવા રહ્યા સજીવન, 800 એકર ખેતીની જમીનને ફાયદો
  • શેત્રુંજીમાં વર્ષ માટે 22 ફુટની આવશ્યકતા સામે 27 ફુટ અને બોરતળાવમાં 33 ફુટ સામે 34.4 ફુટનું લેવલ થયું

ભાવનગર પર છેલ્લા ઘણા વર્ષોથી મેઘરાજા મહેરબાન રહેતા પીવાના પાણીની સમસ્યા રહેતી નથી. પરંતુ આ વર્ષે તો ચોમાસાના પ્રારંભે જ ભાવનગર શહેરના લોકોને આખું વર્ષ પાણી મળી રહે તેટલું પાણી શેત્રુંજી અને બોરતળાવમાં ભરાઈ ગયું છે. શેત્રુંજી ડેમમાં 22 ફુટ અને બોરતળાવમાં 33 ફુટ પાણી હોય એટલે આખુ વર્ષ ભાવનગરના શહેરીજનોને પાણી મળી રહે જે હાલમાં 26 ફુટ કરતા વધારે અને બોરતળાવમાં 34 ફુટ કરતા વધુ પાણી ભરાયેલું છે.

બોરતળાવ

બોરતળાવ

ભાવનગર શહેર માટે પીવાના પાણીના સ્ત્રોતમાં મુખ્યત્વે મહી પરીએજ ઉપરાંત સ્થાનિક કક્ષાએ શેત્રુંજી અને બોરતળાવ છે. આ વર્ષે ઉનાળામાં પણ બોરતળાવ અને શેત્રુંજી ભર્યાભર્યા રહેતા પીવાના પાણીની મુશ્કેલી નહિવત્ રહી હતી. કોર્પોરેશન વોટર વર્કસ વિભાગ દ્વારા વરસાદી પાણીના વ્યવસ્થાપનને કારણે પાણી દરિયામાં પણ વેડફાયુ નહીં, બોરતળાવનું લેવલ પણ જણાવાયું અને માલેશ્રી નદીમાં જરૂરિયાત પૂરતું છોડતા 300 જેટલા કુવા સજીવન રહ્યા અને આસપાસના ગામોમાં ખેતીલાયક 800 એકર જમીનને પણ ફાયદો થયો.

ચોમાસાનો પ્રથમ તબક્કો શરૂ છે ત્યાં ભાવનગર શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત શેત્રુંજી ડેમ અને બોરતળાવમાં હાલમાં પાણીનું લેવલ એટલું થયું કે, ભાવનગરના શહેરીજનોને આખું વર્ષ પાણી પૂરું પાડી શકાય. બોરતળાવમાંથી સામાન્યતઃ 25 એમએલડી પાણી લેવામાં આવે છે.

જે મુજબ વર્ષ દરમિયાન 300 એમસીએફટી પાણીની જરૂરિયાત રહે. એટલે કે, બોરતળાવમાં 33 ફૂટ પાણીની સપાટી આવે એટલે આખું વર્ષ પાણીની નીરાંત રહે. એ જ રીતે શેત્રુંજી ડેમમાંથી 90 એમએલડી પાણી લેવામાં આવે છે જે મુજબ વર્ષ દરમ્યાન 3200 એમસીએફટી એટલે કે, 22 ફૂટ નું લેવલ હોય તો આખું વર્ષ પાણીની મુશ્કેલી ન રહે. હાલમાં બોરતળાવમાં 34.4 ફૂટ અને શેત્રુંજીમાં 27 ફુટની પાણીની સપાટી છે. જેથી ભાવનગરીઓને આખા વર્ષની પાણીની ચિંતા ટળી ગઇ છે.

વ્યવસ્થાપનથી બોરતળાવનું છેલ્લુ લેવલ 32.4 ફુટ રહ્યું
વોટર વિભાગ દ્વારા ગત ચોમાસામાં બોરતળાવના ઉપરવાસમાંથી આવતા પાણીનું સુચારુ આયોજન કરતા અને ભીકડા ડેમના દરવાજાનું સમયસર ખોલ બંધ કરતા ભીકડામાં પણ પાણી રહ્યું. વરસાદી પાણી કંસારા મારફત વેસ્ટ પણ ન ગયું. અને બોરતળાવમાં પણ આખુ વર્ષ પાણી લેવા થતાં છેલ્લું લેવલ 32.4 ફુટ રહ્યું હતું. એટલે કે ચોમાસુ શરૂ થયું અને બોર તળાવમાં છઠ્ઠી જુલાઈથી વરસાદી પાણીની આવક શરૂ થઈ ત્યારે 32.4 ફૂટ પાણીનું લેવલ રહ્યું હતું.

વર્તમાન લેવલ મુજબ પાણીની મુશ્કેલી નહીં પડે
શેત્રુંજી ડેમ અને બોરતળાવમાં હાલમાં પાણીની સપાટી જે મુજબ છે અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારના લોકોની પીવાના પાણીની જે જરૂરિયાત છે તે પ્રમાણે આખુ વર્ષ પીવાના પાણીની કોઇ મુશ્કેલી નહી રહે. ગત વર્ષે ચોમાસા દરમિયાન કરેલા આયોજનથી બોરતળાવમાં પણ પાણીનું લેવલ જળવાઈ રહ્યું હતું. > સી.સી. દેવમુરારી, કાર્યપાલક ઈજનેર, વોટર વર્કસ

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment