પાણી ની આવક:ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચી ગઇ - Alviramir

પાણી ની આવક:ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચી ગઇ

સોનગઢ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ડેમમાંથી 12,100 ક્યુસેક પાણી છોડવાનું શરૂ

ઉકાઈ ડેમ ની ઉપરવાસ માંથી શનિવારે પણ દિવસ દરમિયાન પાણી ની આવક યથાવત્ રહી હતી.શનિવારે સાંજે ડેમ ની સપાટી રુલ લેવલ 333 ફૂટ નજીક એટલે કે 331.70 ફૂટ પાસે પહોંચી હતી જેથી સિંચાઇ વિભાગ દ્વારા હાઇડ્રો યુનિટ શરૂ કરી તાપી નદી માં 12,100 ક્યુસેક પાણી છોડવા માં આવી રહ્યું હતું.

શનિવાર ના દિવસ દરમિયાન ઉકાઈ ડેમ માં આવતાં ઇનફ્લો માં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.સમગ્ર દિવસ દરમિયાન ઉકાઈ ડેમમાં પાણી નો આવરો 85 હજાર થી માંડી ને એક લાખ ક્યુસેક જેટલો નોંધાયો હતો.સવારે ડેમ ની સપાટી 331.16 ફૂટ હતી જે સાંજે વધી ને 331.70 ફૂટ નજીક પહોંચી ગઈ હતી.શુક્રવારે સાંજે સાત કલાકે ડેમમાં પાણી ની સપાટી 330.05 ફૂટ હતી જે શનિવારે સાંજે 331.70 ફૂટ પર પહોંચતા છેલ્લા ચોવીસ કલાક માં ડેમ ની સપાટી માં લગભગ પોણો ફૂટ નો વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment