પાર્ટટાઈમ નોકરીની લાલચે છેતરપિંડી:રોજના 3થી 5 હજાર કમાવવાનો મેસેજ જોઈ પૈસા કમાવવા ગયેલી અમદાવાદની યુવતીએ 3.26 લાખ ગુમાવ્યા - Alviramir

પાર્ટટાઈમ નોકરીની લાલચે છેતરપિંડી:રોજના 3થી 5 હજાર કમાવવાનો મેસેજ જોઈ પૈસા કમાવવા ગયેલી અમદાવાદની યુવતીએ 3.26 લાખ ગુમાવ્યા

અમદાવાદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં એક મહિલાની દીકરીએ ફોન પર પાર્ટ ટાઈમનો મેસેજ આવતા લિંક ખોલીને પૈસા કમાવવા પ્રયત્ન કર્યો જેમાં માબાપના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝક્શન કરીને 3.26 લાખ ગુમાવ્યા અને અંતે માતાને જાણ કરતા માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

રોજના 3 થી 5 હજાર કમાવવાની લાલચ આપી.

સોલા વિસ્તારમાં રહેતા લતાબેન પટેલની દીકરીએ તેમને આવીને કહ્યું કે તમારા મોબાઈલ ફોન પર પરત ટાઈમ નોકરી કરીને દિવસે 3 થી 5 હજાર કમાવાનો મેસેજ આવ્યો હતો જે લિંક પર સર્ચ કરતા વૉટસએપ નંબર હતો જેના પર કોલ કરીને વાત કરી ત્યારે ફ્લિપકાર્ટ સર્વિસ એપ પર જઈને તેમાંથી અલગ અલગ વસ્તુ પર ઇન્વેસ્ટ કરવા જણાવ્યું હતું.ઇન્વેસ્ટ કર્યા બાદ પૈસા નફા સાથે પરત મળશે તેવું પણ જણાવ્યું હતું જેથી દીકરીએ ઓનલાઇન પેયમેન્ટ માટે માતા પિતાના મોબાઈલ પરથી ટ્રાન્ઝક્શન કર્યા હતા.

માતા પિતાને મોબાઈલમાંથી 3.26 લાખના ટ્રાન્ઝક્શન કર્યા.

પિતાના મોબાઈલ પરથી અલગ અલગ 28 યુ.પી.આઈ આઈડી પરથી ટ્રાન્ઝક્શન કર્યા હતા જેમાં 1,77,337 રૂપિયા તથા માતાના મોબાઈલમાંથી 5 ટ્રાન્ઝક્શન કરીને 1,48,999 રૂપિયા આપ્યા હતા.પૈસા આપ્યા છતાં હજુ સામે વાળો વ્યક્તિ વધુ પૈસા માંગે છે અને પૈસા પાછા મળી જશે તેમ જણાવે છે.જેથી લતાબેને બીજા પૈસા મોકલવાની ના પાડી ને છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment