પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટનો મામલો:વલસાડ જિલ્લા પંચાયતની મોટી કોરવાડના ભાજપના મહિલા સભ્યએ પ્રોજેક્ટના વિરોધમાં રાજીનામું આપ્યું - Alviramir

પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટનો મામલો:વલસાડ જિલ્લા પંચાયતની મોટી કોરવાડના ભાજપના મહિલા સભ્યએ પ્રોજેક્ટના વિરોધમાં રાજીનામું આપ્યું

વલસાડએક કલાક પહેલા

  • મહિલા સભ્યએ વારંવાર પાર તાપી નર્મદા રિવર લિંકનો વિરોધ પણ નોંધાવ્યો હતો.

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂર્વે BJPના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા અને જિલ્લા પંચાયતની મોટી કોરવાડ બેઠક ઉપર થી સત્તત બીજી ટર્મ બહુમતીની જીતી આવેલા મહિલા સભ્યએ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં અને મહિલા સભ્યના પતિના ત્રાસથી કંટાળીને જિલ્લા પંચાયતના સભ્ય પદ ઉપરથી નિર્માળાબેને રાજીનામુ આપ્યું હતું. ઘટનાની જાણ વલસાડ જિલ્લા ભાજપ અગ્રણીઓને ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયત ખાતે ઘામાં નાખ્યા હતા. નાની કોરવાડ બેઠક ઉપરના સભ્યએ જિલ્લા પંચાયત પ્રમુખ અને DDOને રાજીનામુ શેર કરી સોશ્યલ મીડિયાના માધ્યમથી વિગત જણાવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે વલસાડ જિલ્લા પંચાયતની ધરમપુર તાલુકાની મોટી કોરવાડ બેઠક ઉપર છેલ્લી 2 ટર્મથી ચૂંટાતા આવેલા નિર્માળાબેન જાદવે જે છેલ્લી 2 ટર્મથી શિક્ષણ સમિતિના અધ્યક્ષા રહી ચૂક્યા છે. વલસાડ જિલ્લાનામાં કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટ પાર તાપી રિવર લિંક પ્રોજેટકના વિરોધના સમર્થનમાં રહ્યા હતા. પાર તાપી રિવર લિંક પ્રોજેકટના વિરોધના સમર્થનમાં રહીને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી રાજીનામુ આપવાનો નિર્ણય કરતા વલસાડ જિલ્લા પંચાયતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.

આજે સવારે વલસાડ જિલ્લા પંચાયતની મહિલા સભ્ય જિલ્લા પંચાયત આવીને રાજીનામુ આપે તે પૂર્વે જિલ્લા ભાજપના અગ્રણીઓએ જિલ્લા પંચાયત ખાતે ધામાં નાખ્યા હતા. દિવસ દરમ્યન વલસાડ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓને ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ મહિલા સભ્યએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જિલ્લા પંચાયતના પ્રમુખ અને DDOને સોશ્યલ મીડિયાના માધ્યમથી રાજીનામુ આપી જિલ્લાના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment