પીવાના પાણીની જરૂરિયાત સંતોષે:ઉકાઇ ડેમની સપાટી 331 ફૂટ પર પહોંચી, 5 લાખ ખેડૂતોમાં આનંદ દેખાયો - Alviramir

પીવાના પાણીની જરૂરિયાત સંતોષે:ઉકાઇ ડેમની સપાટી 331 ફૂટ પર પહોંચી, 5 લાખ ખેડૂતોમાં આનંદ દેખાયો

તાપી (વ્યારા)33 મિનિટ પહેલા

ખેડૂતોની જીવાદોરી ઉકાઇ ડેમની સપાટી દિવસેને દિવસે વધી રહી છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં 15 ફૂટ સપાટી વધતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. વરસાદની સીઝનની શરૂઆતમાં ડેમમાં 1752 MCM પાણીની આવક થઇ છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 331 ફૂટ પર પહોંચી ગઇ છે. ઉકાઇ ડેમનું રુલ લેવલ 333 ફૂટ છે.ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની 3 લાખ 10 હજાર હેક્ટર જમીનમાં ઉકાઇ ડેમની સિંચાઈની વ્યવસ્થા થાય છે. 5 લાખ ખેડૂતોમાં આનંદ દેખાયો છે. સુરત શહેર સહિત જિલ્લાના અંદાજિત 80 લાખ લોકોને પીવાના પાણીની જરૂરિયાત સંતોષે છે. રાજ્યમાં થઇ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં આજની તારીખ સુધીમાં 50.92 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment