પૂછપરછ:વાગરામાં ચોરીના 14 મોબાઇલ સાથે પંજાબના બે જણાં ઝડપાયાં - Alviramir

પૂછપરછ:વાગરામાં ચોરીના 14 મોબાઇલ સાથે પંજાબના બે જણાં ઝડપાયાં

ભરૂચ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે ઝડપાયેલા બંને શકમંદોની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી

વાગરાના હનુમાન ચોકડીથી વાગરા તરફ આવતાં પંજાબના બે શખ્સોને પોલીસે ચોરીના શંકાસ્પદ 14 મોબાઇલ સાથે ઝડપી પાડ્યાં હતાં. વાગરા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર વી. એ. રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે, હનુમાન ચોકડીથી વાગરા તરફ આવતાં બે શખ્સો પાસેથી થેલીમાં શંકાસ્પદ મોબાઇલનો જથ્થો છે. જેના પગલે ટીમે રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બે શખ્સો આવતાં તેમની પાસેની થેલીમાં કુલ 66 હજાર ઉપરાંતની મત્તાના 14 મોબાઇલ હોવાનું માલુમ પડ્યું હતું.

બન્નેના નામની પુછપરછ કરતાં તેમના નામ મંગલસિંગ સુખદેવસિંગ શીખ તેમજ અમરજીતસિંગ સુખદેવસિંગ મજમીશીખ (બન્ને મુળ રહે અમૃતસર, પંજાબ જ્યારે હાલ રહે સંજરી હોટલ, ભરૂચ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેમણે ગલ્લાતલ્લા કરતાં પોલીસે સીઆરપીસી 41(1)ડી હેઠળ તેમની વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. દરમિયાનમાં ઉલટ તપાસમાં તેઓએ વાગરા પંથકમાં જ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જોકે, પોલીસે બન્નેની ઉલટ તપાસ શરૂ કરી ક્યાંથી ચોરી કરી તેમજ ક્યાં ક્યાં ચોરી કરી તે સહિતની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment