પૂરક પરીક્ષા:પાટણ જિલ્લામાં ધોરણ 10ના ગુજરાતી પેપરમાં 134 હાજર, 13 ગેરહાજર - Alviramir

પૂરક પરીક્ષા:પાટણ જિલ્લામાં ધોરણ 10ના ગુજરાતી પેપરમાં 134 હાજર, 13 ગેરહાજર

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 12 સાયન્સમાં અંગ્રેજીમાં બેમાંથી બે વિદ્યાર્થીઓ હાજર રહ્યા

સમગ્ર રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.10-12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને જિલ્લામથક પાટણ ખાતે 14 બિલ્ડીંગના પરીક્ષા કેન્દ્રો પર ધો.10-12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજે ધોરણ 10ના ગુજરાતી પેપરમાં 134 હાજર રહ્યા હતા. જ્યારે 13 ગેરહાજર રહ્યાં હતા. જ્યારે 12 સાયન્સમાં અંગ્રેજીમાં બેમાંથી બે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, તો વિજ્ઞાનમાં 6 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 2 ગેરહાજર રહ્યા હતા.

કુલ 4345 વિધાર્થીઓ રજીસ્ટ્રેશન થયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાયેલ ધો.10-12ની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિધાર્થીઓની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. જિલ્લાના પાટણ ખાતે 14 બિલ્ડીંગનાં 148 બ્લોકમાં ધો.10-12ના કુલ 4345 વિધાર્થીઓ રજીસ્ટ્રેશન થવા પામ્યા છે. આજથી શરુ થયેલ ધો.10-12ની પરીક્ષામાં પાટણ ખાતે એસ.એસ.સી.ના 10 બિલ્ડીંગના 95 બ્લોકમાં 2850 વિધાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 4 બિલ્ડીંગના 41 બ્લોકમાં 1239 વિધાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 1 બિલ્ડીંગના 12 બ્લોકમાં 256 વિધાર્થીઓની પૂરક પરીક્ષા યોજાઇ હતી.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પરીક્ષામાં કોઇ ગેરરીતી ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ બિલ્ડીંગો પર સીસીટીવી કેમેરા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આમ સમગ્ર રાજય સહિત પાટણ જિલ્લામાં ધો.10, 12ની પૂરક પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment