પૂરગ્રસ્તોને સહાય આપો:ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરો, વિપક્ષના ધારાસભ્યોની રજૂઆત - Alviramir

પૂરગ્રસ્તોને સહાય આપો:ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરો, વિપક્ષના ધારાસભ્યોની રજૂઆત

ગાંધીનગર23 મિનિટ પહેલા

  • વરસાદને કારણે ઠેર-ઠેર માલ-મિલકતને નુક્સાન થયું, લોકોનાં પશુઓ, ઘરવખરી, કાચાં મકાનો, રસ્તા ધોવાઈ ગયાં

ગુજરાતમાં વરસાદે જે રીતે ધડબડાટી બોલાવી છે ત્યારે ઠેર-ઠેર હવે નુક્સાનીના સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદને કારણે લોકોનાં ઢોર તણાઈ જવા તેમજ ઘાસચારો સહિતની મત્તાને ભારે નુક્સાન થયું છે. વર્ષો મહેનત કર્યા બાદ જમા થયેલી પૂંજી પળવારમાં જ તળિયાઝાટક થવાની સ્થિતિનાં દૃશ્યો પણ સામે આવી રહ્યાં છે, ત્યારે હવે આ તમામ વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવવા માટે માગ ઊઠી છે.

બીજી તરફ, ખેડૂતોને પણ મોટે પાયે નુક્સાન થયું છે. ખેતરોમાં ઊભા પાક ધોવાઈ ગયા છે. બિયારણ, ખાતર સહિતની ખેતચીજોને નુક્સાન થયું છે. આવા સંજોગોમાં ખેડૂતો માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવે એવી સ્થિતિ પરિણમી છે.

પેકેજ જાહેર કરો: વિપક્ષ નેતા સુખરામ રાઠવા
ગુજરાતમાં વરસાદે વેરેલા વિનાશ બાદ હવે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવે એવી માગ છે. સર્વે કરાવ્યા બાદ ભોગ બનનારા તમામ લોકો માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે એવી માગ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવશે એમ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

અસરગ્રસ્ત વિસ્તારના વિપક્ષના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળ્યા
વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા વિસ્તારના વિપક્ષના ધારાસભ્યો આજ રોજ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. લોકો માટે રાહતકારી નિર્ણય સરકાર દ્વારા લઈને સહાય આપવામાં આવે એવી માગ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી. આ મુલાકાતમાં વિપક્ષ નેતા, પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment