પેટા ચૂંટણીની માંગ:કોંગ્રેસમાંથી આપમાં પક્ષપલટો કરનાર સાગઠીયા અને કોમલ ભરાઈને શહેરી વિકાસ વિભાગે નોટીસ ફટકારી - Alviramir

પેટા ચૂંટણીની માંગ:કોંગ્રેસમાંથી આપમાં પક્ષપલટો કરનાર સાગઠીયા અને કોમલ ભરાઈને શહેરી વિકાસ વિભાગે નોટીસ ફટકારી

રાજકોટ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મહાપાલિકામાં માત્ર 4 સભ્ય ચૂંટાયા બાદ પણ કોંગ્રેસનું ઘર શાંત રહેતું ન હોય તેવામાં બે કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાઇ જતા મનપામાં 3-3 પાર્ટીનું અસ્તિત્વ ઉભુ થયું છે. આપને કાગળ પર માન્યતા મળી નથી ત્યારે કોંગ્રેસે જ આ બંને બાગી સભ્યોને ગેરલાયક ઠેરવવાની લડાઇ ઉપર શરૂ કરી દીધી છે. જે ફરિયાદ પરથી શહેરી વિકાસ વિભાગના નામોદિષ્ટ અધિકારીએ વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇને નોટીસ મોકલીને તા. 5 ઓગષ્ટે હાજર થવા ફરમાન કર્યુ છે.

આ બંને કોર્પોરેટર ગાંધીનગર કચેરી ખાતે સમયે હાજર ન થાય તો એકતરફી અને પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવાની નોંધ પણ ઉચ્ચ અધિકારીએ કરી દીધી છે. ભૂતપૂર્વ કોંગ્રેસીઓ સાથે વર્તમાન કોંગી નેતાઓએ શરૂ કરેલી નૈતિકતાની લડાઇ અંગે આજે પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂત, શહેર પ્રમુખ ડો. પ્રદિપ ત્રિવેદીએ માહિતી આપી હતી.

મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇ મનપામાં કોંગ્રેસના પ્રતિક પર ચૂંટાયેલા છે. તેઓએ પક્ષ સાથે દગો કર્યો છે. તા.13 એપ્રિલે તેઓ આપમાં જોડાયાની સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી હતી તે બાદ 14 એપ્રિલે રાજીનામા આપ્યાનું જાહેર કર્યું હતું પરંતુ પ્રદેશને આવા કોઇ રાજીનામા મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment