બોટાદએક કલાક પહેલા
- કૉપી લિંક

- 10 વર્ષની બાળકી ઘરેથી વસ્તુ લેવા ગયેલ અને પરત નહિ આવતા માતાએ પોલીસને જાણ કરી
ગઢડા રોડ ઉપર આવેલ રેસીડેન્સીમાં રહેતા પરિવારની 10 નર્ષની દીકરી ગામમાં વસ્તુ લેવા ગઈ હતી. ત્યાર બાદ પરત નહિ આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી. જેની બોટાદ પાલીસે ગંભીરતા લઈ અલગ-અલગ ટીમો કામે લગાડી હતી. અને દણતરીની કલાકોમાં જ શોધી પરિવારને પરત ચોપી હતી.
ગુમ થયેલ બાળકીને ગણતરીની કલાકોમાં પોલીસે શોધી
મળતી માહિતી મુજબ ગઢડા રોડ ઉપર આવેલ રેસીડેન્સી ગેટ નં- 3 ખાતે રહેતા જાગૃતિબેન પ્રદિપભાઇ ભટ્ટે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ ફરિયાદમાં જણાવેલ કે, તેમની દીકરી કૃપાલીબેન (ઉ.વ.10) બપોરના આશરે સાડા ચારેક વાગ્યે ગામમાં વસ્તુ લેવા ગઈ હતી. અને પરત ઘરે ન આવતા બોટાદ પાલીસે ગંભીરતા લઈ બાળકની શોધખોળ કરવા જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને ડી.વાય.એસપી એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના પી.આઇ.જે.વી.ચૌધરીએ અલગ-અલગ ટીમો બનાવી બોટાદ શહેરના વિસ્તારમા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસને બાળકી રાજકોટ હોવાની વિગત મળી
જ્યારે બોટાદ પોલીસના સબ ઇન્સપેકટર આર કે.ગોહિલ એક ટીમના આધારે ત્વરિત તલસ્પર્શી તપાસ કરાવતા, ટેકનીકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ મેળવતા આ 10 વર્ષની બાળકી રાજકોટ ખાતે હોવાની વિગત મળતા પોલીસ દ્વારા આ બાળકીને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી બાળકીના માતાને શોપવામાં આવી હતી.