પોલીસે કાયદાનું ભાન કરાવ્યું:અમદાવાદમાં ટપોરીઓએ જાહેરમાં જન્મદિવસની પાર્ટી કરી, તલવાર અને છરાથી કેક કાપી, ફટાકડા ફોડ્યા - Alviramir

પોલીસે કાયદાનું ભાન કરાવ્યું:અમદાવાદમાં ટપોરીઓએ જાહેરમાં જન્મદિવસની પાર્ટી કરી, તલવાર અને છરાથી કેક કાપી, ફટાકડા ફોડ્યા

અમદાવાદ42 મિનિટ પહેલા

  • આરોપીઓને રોકનાર નિવૃત્ત ASIને ગાળાગાળી કરી અને ગાડીના કાચ તોડી નાખ્યા

અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક વખત હાથમાં તલવાર લઈને જાહેરમાં બર્થ ડે ઊજવવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, પરંતુ પોલીસ કાર્યવાહીને કારણે થોડા સમયથી આવી ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, પરંતુ ફરીવાર આવી ઘટનાઓ શરૂ થવા પામી છે. અમદાવાદના અમરાઈવાડીમાં કેટલાક ટપોરીઓએ હાથમાં તલવાર અને છરા લઈને જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી બાપ-બેટા સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી.

હાથમાં તલવાર અને છરો લઈને જાહેરમાં કેક કાપી.

હાથમાં તલવાર અને છરો લઈને જાહેરમાં કેક કાપી.

આરોપીઓએ ફરિયાદીની ગાડીના કાચ તોડી નાખ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રાજેશ અને કિશન રાજપૂતે જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી. કિશન રાજપૂતનો જન્મદિવસ હોવાથી તેની સાથે રાજેશ સહિતના ટપોરીઓ હાથમાં તલવાર અને છરા લઈને જાહેરમાં કેક કાપી રહ્યા હતા. તેમણે જાહેરમાં કેક કાપીને ફટાકડા પણ ફોડ્યા હતા. આ દરમિયાન નજીકમાં રહેતાં ASI જગજીવનભાઈ પરમારે આ પ્રકારે જન્મદિવસની ઉજવણી નહીં કરવા જણાવતાં કિશન સહિતના લોકોએ તેમની ગાડીના કાચ તોડી નાખ્યા હતા.

પોલીસે આરોપી પિતા અને પુત્રની ધરપકડ કરી.

પોલીસે આરોપી પિતા અને પુત્રની ધરપકડ કરી.

આરોપીના પિતાએ મારી નાખવાની ધમકી આપી
જગજીવનભાઈએ તેમને સમજાવવા જતાં ટપોરીઓએ જાતિવિષયક શબ્દો બોલીને ગાળાગાળી કરી હતી. આ સમયે કિશન રાજપૂતના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે પણ દીકરાને સમજાવવાની જગ્યાએ તેનો પક્ષ લઈને ફરિયાદીને હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સહિત 6 લોકો સામે જાતિવિષયક અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપવા મામલે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment