પ્રતિસાદ:પીઓપી નહિં શાડૂની માટીના ગણપતિની માગ - Alviramir

પ્રતિસાદ:પીઓપી નહિં શાડૂની માટીના ગણપતિની માગ

મુંબઈ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પર્યાવરણપૂરક મૂર્તિ માટે જોરદાર પ્રતિસાદ

મુંબઈમાં આ વર્ષે પીઓપીની મૂર્તિ માટે પરવાનગી હોવા છતાં ઘરગથ્થુ અને સાર્વજનિક મંડળો તરફથી ગણેશોત્સવ માટે મૂર્તિકારો પાસે શાડૂની માટીની ગણપતિ મૂર્તિ માટે માગ કરવામાં આવી રહી છે. દર વર્ષે પીઓપીની મૂર્તિ બનાવરાવતા મંડળોમાંથી 15 થી 20 ટકા મંડળોએ અને ઘરગથ્થુ ઉત્સવ માટે સૌથી વધુ શાડૂની મૂર્તિની માગ થઈ રહી છે. પીઓપીની મૂર્તિના વિઘટનની સમસ્યા ઊભી થતી હોવાથી મહાપાલિકા અને ગણેશોત્સવ સમિતિ તરફથી પર્યાવરણપૂરક મૂર્તિની હાકલ કરવામાં આવી છે જેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

ગણેશોત્સવને માંડ દોઢ મહિનો રહ્યો છે ત્યારે મૂર્તિકારો મૂર્તિઓ ઘડવામાં મંડી પડ્યા છે. છેલ્લા બે વર્ષ કોરોનાનું સંકટ હોવાથી ઉત્સવ સાદગીથી પ્રતિબંધોનું પાલન કરીને પાળવામાં આવ્યો હતો. જો કે આ વર્ષે કોરોનાનું સંકટ ન હોવાથી ગણેશોત્સવ ધૂમધડાકા સાથે ઉજવાશે. દરમિયાન પીઓપીની મૂર્તિને આ વર્ષ માટે પરવાનગી છે ત્યારે મંડળો અને ઘરગથ્થુ ઉત્સવ માટે કઈ મૂર્તિ લેશે એવો સવાલ ઊભો થયો હતો. એમાં હવે પર્યાવરણપૂરક મૂર્તિ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે એમ ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહિબાવકરે જણાવ્યું હતું.

મૂર્તિ ઘડવાના કારખાનાઓમાં કુલ મૂર્તિઓમાંથી પીઓપીની મૂર્તિઓ ઓછી છે. બાકીની તમામ મૂર્તિઓ માગ અનુસાર શાડૂની માટી કે કાગળની લુગદીથી ઘડેલી છે. ઉપરાંત મોટા ભાગની ઘરગથ્થુ ગણપતિ મૂર્તિઓ શાડૂની જ છે. આ વર્ષથી ભાવિકો તરફથી શાડૂની મૂર્તિની માગ થઈ રહી છે. પર્યાવરણપૂરક મૂર્તિઓની માગ વધી રહી છે એમ મૂર્તિકારો તરફથી જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment