પ્રથમવાર કાર્યવાહી:ગ્રેનાઇટ-ટાઇલ્સ કટરનો ઘોંઘાટ કરનાર કોન્ટ્રાક્ટર સામે નોઇસ પોલ્યૂશનનો ગુનો - Alviramir

પ્રથમવાર કાર્યવાહી:ગ્રેનાઇટ-ટાઇલ્સ કટરનો ઘોંઘાટ કરનાર કોન્ટ્રાક્ટર સામે નોઇસ પોલ્યૂશનનો ગુનો

વડોદરા4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભાયલીમાં ડિવાઇસથી માપતાં 91.2 ડેસિબલ તીવ્રતા નોંધાઈ
  • રેસિડેન્સિયલ ઝોનમાં 45થી 55 ડેસિબલ અવાજ કાયદાકીય રીતે યોગ્ય

ભાયલીમાં નવી બનતી સાઈટ પર ગ્રેનાઈટ-ટાઈલ્સ કાપવાના મશીનનો વધુ પડતો અવાજ થતાં તાલુકા પોલીસે પ્રથમ વખત સાઈટના કોન્ટ્રાક્ટર સામે નોઈસ પોલ્યુશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ વડોદરા જિલ્લામાં તાલુકા પોલીસે નોઈસ પોલ્યુશનનો પહેલો ગુનો દાખલ કર્યો છે.

ટાઈલ્સ કટિંગ કરવાનું મશીન ચાલુ હોવાથી ઘોંઘાટ વધુ
ભાયલી ગામની જગદીશ ફરસાણની સામેની સાઈટ મયુર ફોર્ટી ફોર આગળ વધુ પડતો જ ઘોંઘાટ હતો. કોન્ટ્રાક્ટર સંજય પંચમસિંગ રાજપુત (રહે. તુલસીભાઈની ચાલ, સલાટવાડા)એ સાઈટ ઉપર માર્બલ તેમજ ટાઈલ્સ કટિંગ કરવાનું મશીન ચાલુ હોવાથી ઘોંઘાટ થતો હોવાનું જણાવ્યું હતું.પોલીસે ‘નોઈસ લેવલ મોનિટરિંગ ડિવાઈસ’ દ્વારા અવાજની તીવ્રતા માપતાં મેક્સિમમ ડેસિબલમાં 91.2 માપ આવ્યું હતું.

એનવાયરમેન્ટ પોલ્યુશન એક્ટ 1986ની કલમ-15 મુજબ ફરીયાદ
​​​​​​​
જેથી રેસિડેન્સિયલ વિસ્તારમાં વધુ પડતો અવાજ થાય તે પ્રકારની કોઈ મંજૂરી કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં ન આવતાં તાલુકા પોલીસે સંજય રાજપુત વિરુદ્ધ આઈપીસી કલમ 268 તથા નોઈસ પોલ્યુશન કલમ-2000 નિયમ નં.5(1) તથા એનવાયરમેન્ટ પોલ્યુશન એક્ટ 1986ની કલમ-15 મુજબ ફરીયાદ કરી ધરપકડ કરી હતી.​​​​​​ નોઈસ પોલ્યુશન એક્ટ મુજબ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં 70થી 75 ડેસીબલ, કોમર્શીયલ એરીયામાં 55થી 65 ડેસીબલ, અને રેસીડેન્સીયલ એરીયામાં 45થી 55 ડેસીબલ અવાજ હોવો જોઈએ.

ગૃહ વિભાગના અધિક સચિવે પરિપત્ર બહાર પાડ્યો
ગૃહ વિભાગના અધિક સચિવ ભરત વૈષ્ણવે નોઈસ લેવલ મોનીટરીંગ ડિવાઈસના ઉપયોગથી ગુનો નોંધવા પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર નોઈસ લેવલ મોનીટરીંગ ડિવાઈસની ખરીદી કરવામાં આવી છે. જે ડીવાઈસનો ઉપયોગ કરીને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા એકમો સામે પગલા લેવા અને ગુનો દાખલ કરવા પરિપત્રમાં સુચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment