પ્રદર્શન:ચિત્રાંજલિ ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકાયું - Alviramir

પ્રદર્શન:ચિત્રાંજલિ ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકાયું

પોરબંદર3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 18 ચિત્રકારોએ પોતાના ચિત્રો પ્રદર્શિત કર્યા : શહેરીજનો 18 જુલાઈ સુધી પ્રદર્શન નિહાળી શકાશે

કલા નગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે મહેર આર્ટ પરિવાર દ્વારા પોરબંદરના કલા ગુરુ ચિત્રકાર અરિસિંહ રાણા કેશવાલાની 99મી જન્મ જયંતિ તા. 15મી જુલાઇ ના રોજ ચિત્રાંજલિ ચિત્ર પ્રદર્શન 2022 યોજવામાં આવેલ છે. ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે આ પ્રદર્શન ખુલ્લુ મુકાયું છે.

આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, સ્વામી આત્મદીપાનંદજી વિવેકાનંદ મેમોરિયલ , રેખાબા સરવૈયા, નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાણાભાઇ સીડા મણિયારો રાસના પ્રણેતા, ડો. ભરતભાઈ ગઢવી, લાખાભાઈ ઓડેદરા, ગંગાભાઈ ઓડેદરા, નિલેશભાઈ ઓડેદરા, બલરાજ પાડલીયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ચિત્રકારોને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રદર્શનમાં કુલ 18 જેટલા ચિત્રકારોએ પોતાની કલાકૃતિઓ પેન્સિલ શેડિંગ, વોટર કલર, એક્રેલિક કલર તથા ઓઇલ પેઇન્ટિંગ્સના અદભૂત ચિત્રો પ્રદર્શિત કરેલ. સાથે સાથે અર્જુન પરમાર એમ.એસ. યુનિ.બરોડા સ્કલ્પચરનાં વિદ્યાર્થીએ કાષ્ટની શિલ્પ કલાકૃતિઓ ગ્રામીણ સંસ્કૃતિને કાષ્ટ કાલથી બનાવેલ છે.

પ્રશાંત બાપોદરાએ 29 હજાર પાસાઓથી મરલીન મનરો નું પોર્ટ્રેઇટ બનાવી રેકોર્ડ સ્થાપેલ. શાબ્દિક સ્વાગત કરશનભાઈ ઓડેદરા પ્રેસિડેન્ટ મહેર આર્ટ પરિવાર તથા કાર્યક્રમનું સફળ સંચાલન પોપટભાઈ ખૂટીએ કર્યું હતું. તા. 18/7 સુધી પ્રદર્શન નિહાળી શકાશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment