પ્રવાસીઓને હાલાકી:કાડિયા ધ્રોમાં માળખાગત સુવિધાના અભાવે લોકોમાં ઉભી થતી ખરાબ છાપ - Alviramir

પ્રવાસીઓને હાલાકી:કાડિયા ધ્રોમાં માળખાગત સુવિધાના અભાવે લોકોમાં ઉભી થતી ખરાબ છાપ

નિરોણા13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • માર્ગમાં ઠેરઠેર ખાડા, કિચડના કારણે પડતી પ્રવાસીઓને હાલાકી

નખત્રાણા તાલુકામાં નિરોણા નજીક આવેલા કુદરતનો કરિશ્મો કાડિયો ધ્રો વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામ્યો છે જો કે, અહીં જવા માટે માર્ગ સહિત માળખાગત સુવિધાઅોના અભાવે કુદરતના ખોડે પ્રાકૃતિક સૌદર્ય માણવા માટે આવતા લોકો આ સ્થળ વિશે ખોટી છાપ લઇને જાય છે.

કાડિયા ધ્રોના ભૂભાગમાં ધરબાયેલી વિવિધ ખનિજો, રંગબેરંગી ખડકો અને વહેતા પાણીના ઝરણાના કારણે પ્રકૃતિ સોળે કળાઅે ખીલી ઉઠી છે અને મોટી સંખ્યામાં સહેલાણીઅો અા કાડિયા ધ્રોની મુલાકાતે આવી રહ્યા છે. જો કે, નવાઇની વાત અે છે કે, અા પ્રખ્યાત સ્થાનકે જવા માટે રસ્તાની સુવિધા જ નથી, હાલે જે રસ્તો છે તેમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે અને ખાબોચિયા, કિચડના કારણે અા સ્થાનકે જવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા છેલ્લા અેક વર્ષથી માર્ગ બનાવવાની માત્ર વાતો થાય છે પરંતુ તે દિશામાં આજદિન સુધી કોઇ કામગીરી થઇ નથી. વધુમાં માર્ગ પર કોઇ દિશા સુચક બોર્ડના અભાવે અજાણ્યા લોકોને અા સ્થળે પહોંચવામાં પારાવાર મુશ્કેલી પડે છે.

કાડિયો ધ્રો ખાતે સુવિધા વિકસાવવાની માત્ર વાતો
તાજેતરમાં કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે., નખત્રાણા પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઅોઅે અા સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાં જવા માટે માર્ગ, લોકોને બેસવા માટે બાંકડા અને શેડની સુવિધા ઉભી કરાશે તેવી વાતો વચ્ચે હજુ સુધી અેકપણ સુવિધા ઉભી કરાઇ નથી.

કાડિયા ધ્રોનું નામ મામૈદેવે પાડ્યું હતું: નારાયણ ધ્રો નામ નથી
નખત્રાણા તાલુકાના વિખ્યાત કાડિયા ધ્રોનું નામ પુ. મામૈદેવે પાડ્યું હતું અને મહેશ્વરી સમાજને સાંકળતા આ સ્થાનનું નામ ગુજરાતના પર્યટન વિભાગે પણ મામૈદેવ કાડિયા ધ્રો ઘોષિત કર્યું છે. તા.17-7 માં પ્રસિધ્ધ તસવીરમાં ગેરમાહિતીને કારણે નારાયણ ધ્રો લખાયું છે, જે ખોટું છે. આ સરતચૂક બાબતે મહેશ્વરી સમાજના આગેવાનો તથા આંબેડકર પ્રચાર સમિતિના પ્રમુખ ભરત પાતારિયાએ ધ્યાન દોર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment