પ્રવાસીઓ બોટની મજા નહિ માણી શકે:નર્મદામાં સીઝનના 80 ટકા કરતા પણ વધુ વરસાદ, છતાં નર્મદા સુકીભઠ્ઠ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રુઝ બોટ બંધ કરવાનો વારો આવ્યો - Alviramir

પ્રવાસીઓ બોટની મજા નહિ માણી શકે:નર્મદામાં સીઝનના 80 ટકા કરતા પણ વધુ વરસાદ, છતાં નર્મદા સુકીભઠ્ઠ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રુઝ બોટ બંધ કરવાનો વારો આવ્યો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Narmada Receives More Than 80 Percent Of Season’s Rains, Yet Narmada Remains Dry, Cruise Boats Plying Near Statue Of Unity To Be Shut Down

નર્મદા (રાજપીપળા)34 મિનિટ પહેલા

  • નર્મદા નદીમાં પાણી ના હોવાને કારણે આ ક્રુઝ બોટ હાલ બંધ કરવામાં આવી
  • નર્મદામાં 30 મીટરની સપાટી થાય ત્યારે આ ક્રુઝબોટ નર્મદા નદીમાં ફરી શકે

નર્મદા જિલ્લામાં સીઝનના 80 ટકા કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. છતાં ભર ચોમાસે નદી સૂકી ભઠ્ઠ જોવા મળી રહી છે. જેના કારણે નર્મદા નદીમાં ચાલતી એકતા ક્રુઝબોટ બંધ કરવાનો વારો આવ્યો છે. હાલ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય માણવા માટે પ્રવાસીઓની ભીડ વધી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પ્રવાસીઓને ક્રુઝ બોટ બંધ કરવામાં આવતા બોટની મઝા માણવાનો લ્હાવો મળી શકશે નહિ.

નર્મદા ડેમ હજુ 18 મીટર ભરાવાનો બાકી
ક્રુઝ બોટ કેવડિયા એકતા નગરમાં ફરવા આવનારા પ્રવાસીઓનું આકર્ષણ હતું અને પ્રવાસીઓ આ બોટમાં બેસવાની મઝા માણતા હતા. પરંતુ હાલ ક્રુઝ બોટને કિનારે મૂકી દેવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી છે. જો કે નર્મદા નદીમાં પાણી જ નથી એટલે સુકીભઠ્ઠ નર્મદામાં બોટ કેવી રીતે ચાલે, હાલ નર્મદા ડેમની જળ સપાટી 120.52 મીટર છે. સતત સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે .પરંતુ નર્મદા ડેમ હજુ 18 મીટર ભરાવાનો બાકી છે, જેને કારણે નર્મદા બંધન રિવરબેડ પાવર હાઉસ બંધ બંધ છે. જેમાંથી છોડવામાં આવતું હજારો ક્યુસેક પાણીથી વિયરડેમ ભરાય અને નર્મદામાં 30 મીટરની સપાટી થાય ત્યારે આ ક્રુઝબોટ નર્મદા નદીમાં ફરી શકે, જો કે નર્મદા નદીમાં પાણી ના હોવાને કારણે આ ક્રુઝ બોટ હાલ બંધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment