પ્રેમસંબંધમાં યુવક મોતને ભેટ્યો:મોરબીમાં પ્રેમિકા સાથે પરિવારજનો વાત ન કરવા દેતા લાગી આવતા પ્રેમીએ ગળેફાસો ખાઈ આપઘાત કર્યો - Alviramir

પ્રેમસંબંધમાં યુવક મોતને ભેટ્યો:મોરબીમાં પ્રેમિકા સાથે પરિવારજનો વાત ન કરવા દેતા લાગી આવતા પ્રેમીએ ગળેફાસો ખાઈ આપઘાત કર્યો

મોરબી30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • બંન્ને ફોનમા વાતચીત કરતા તેમના પ્રેમસબંધની જાણ યુવતીના માતા-પિતાને થઇ

મોરબીના ઉચી માંડલ ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસની તપાસમાં પ્રેમિકા સાથે તેના પરિવારજનો વાત ન કરવા દેતા લાગી આવતા પ્રેમીએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બંન્નેના પ્રેમસબંધની જાણ યુવતીના માતા-પિતાને થઇ
મળતી વિગત મુજબ મૂળ ઉતર પ્રદેશનો વતની અને છેલ્લા એકાદ વર્ષથી મોરબી હળવદ હાઇવે ઉપર ઉચી માંડલ ગામની સીમમાં આવેલ સેવલ્ટોસ સેનેટરી વેરના લેબર કવાટરની ઓરડી નંબર-બી-37માં રહેતા શુભમ હેમરાજભાઇ નિશાદ (ઉ.વ-24) નામના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જેની વધુ તપાસ મહિલા એ.એસ.આઈ. જે.પી.કણસાગરા ચલાવી રહ્યા છે, જેની પાસેથી મળતી વિગત મુજબ મૃતક શુભમ હેમરાજભાઇ નિશાદને તેમના વતનમા રહેતી યુવતી સાથે પ્રેમસબંધ હતો. બંન્ને ફોનમા વાતચીત કરતા તેમના પ્રેમસબંધની જાણ યુવતીના માતા-પિતાને થઇ જતા યુવતીને તેની સાથે ફોનમા વાતચીત કરવા ની ના પાડી હતી. જે બાબતનું યુવાનને મન પર લાગી આવતા તેણે ઓરડીમાં ગળેફાસો ખાઈ આપઘાત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment