ફરિયાદ:ઉછીના રૂ. 30 હજારના બદલામાં ચડોતર નજીકથી ટ્રક લૂંટી લીધી - Alviramir

ફરિયાદ:ઉછીના રૂ. 30 હજારના બદલામાં ચડોતર નજીકથી ટ્રક લૂંટી લીધી

પાલનપુર6 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

  • પારપડાની એક મહિલા સહિત ત્રણ સામે પોલીસ મથકે ફરિયાદ

પાલનપુર તાલુકાના પારપડાના યુવકના પિતાએ ઉછીના લીધેલા નાણાં સમયસર ન ચૂકવી શકતાં એક મહિલા સહિત ત્રણ જણાએ યુવકની ટ્રક લૂંટી લીધી હતી. જે નાણાં પરત આપ્યા પછી ટ્રક પાછી ન આપતાં પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પારપડા ગામના દશરથભાઇના પિતા નટવરભાઇ દેવીપૂજકે દોઢ વર્ષ અગાઉ ગામના ગવરીબેન દેવાભાઇ દેવીપૂજક પાસેથી રૂ. 30,000 ઉછીના લીધા હતા. જોકે, લોકડાઉનના કારણે સમયસર નાણાં ચૂકવી શક્યા ન હતા.

જેથી તા. 26 અોગસ્ટ 2021ના દિવસે દેવાભાઇ છગનભાઇ દેવીપૂજક, ગવરીબેન દેવાભાઇ દેવીપૂજક અને વડગામના ડાલવાણાનો રણજીતસિંહ અભેસિંહ હડિયોલે ચડોતર નજીક કારમાં આવી દશરથભાઇની ટ્રક નં. જીજે. 24. એક્સ. 1717 લૂંટી લીધી હતી. જે પછી ઉછીના લીધેલા નાણાં ચૂકવી દીધા હતા. તેમ છતાં ટ્રક પરત આપ્યું ન હતું. આ અંગે તેમણે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment