હિંમતનગર15 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઇડર તાલુકાના જાદર ગામની પરિણીતાને પતિ, સાસુ અને સસરા એ નાની નાની બાબતે વાંક ગુનો કાઢી મહેણા ટોણા મારી તેમજ પતિએ અહીયાથી જતી રહે કહી મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપતા ઇડર પોલીસ સ્ટેશનમાં ત્રણ જણા વિરૂદ્વ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર કુકડીયા ગામના સુમિત્રાબેનના લગ્ન જાદર ગામે સંદીપકુમાર ભગાભાઇ વણકર સાથે થયા બાદ એક વર્ષ પછીથી પતિ સંદીપકુમાર, સસરા ભગાભાઇ ગોવિંદભાઇ વણકર અને સાસુ મંજુલાબેન વા/ઓ ભગાભાઇ વણકર ઘરમાં નાની નાની બાબતે વાંક ગુનો કાઢી મહેણા ટોણા મારતા હતા તેમજ પતિ સંદીપકુમાર ફોન ઉપર કોઇકના જોડે વાતો કરતા હોઇ પત્ની સુમિત્રાબેને કોની સાથે ફોન પર વાતો કરો છો.
તેમ કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ મારઝૂડ કરી હતી અને અહીયાંથી જતી રહે નહીતર તને જાનથી મારી નાખીશુ કહી અપશબ્દો બોલી શારીરીક માનસીક ત્રાસ ગુજારતા હોવાથી સુમિત્રાબેને ઇડર પોલીસ સ્ટેશનમાં ત્રણેય જણા વિરૂદ્વ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.