હિંમતનગર23 મિનિટ પહેલા
- કૉપી લિંક
- પોશીના પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્વ ફરિયાદ નોંધાઈ
પોશીના તાલુકાના દાંતીયા ગામે તમે ખેત તલાવડીની પાળ તોડી અમારા ખેતરમાં કેમ પાણી કાઢો છો કહેવા જતા બે શખ્સોએ પતિ – પત્નીને માર મારતા પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર દાંતીયા ગામે તા.20/07/22 ના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે મોદીબેન વા/ઓ કાળુભાઇ ખાંટ અને પતિ કાળુભાઇ નાથુભાઇ ખાંટ (બંને રહે. દાંતીયા તા.પોશીના) ગામના કાન્તીભાઇ ઘનાભાઇ ખાંટ અને નરેશભાઇ ઘનાભાઇ ખાંટને તમે ખેત તલાવડીની પાળ તોડી અમારા ખેતરમાં કેમ પાણી કાઢો છો કહેવા જતા કાન્તીભાઇ ખાંટ અને નરેશભાઇ ખાંટે એકદમ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી કાળુભાઇને ગડદાપાટુનો માર માર્યો હતો.
તેમજ કાન્તીભાઇએ હાથમાનો લોખંડનો સળીયો કાળુભાઇના માથાના ભાગે જમણા કાનના ઉપરના ભાગે મારતા ઇજાઓ થઇ હતી જેથી છોડાવવા મોદીબેન વચ્ચે પડતા બંને જણાએ તેમને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મોદીબેને પોશીના પોલીસ સ્ટેશનમાં બંને જણા વિરુદ્વ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.