ફરિયાદ:ભિલોડાના વસાયામાં અદાવતમાં ભત્રીજાએ કાકીને લાકડી ફટકારી - Alviramir

ફરિયાદ:ભિલોડાના વસાયામાં અદાવતમાં ભત્રીજાએ કાકીને લાકડી ફટકારી

મોડાસાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કાકીને ભત્રીજાએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

ભિલોડાના વસાયામાં જમીનની અદાવતમાં ભત્રીજાએ કાકી સાથે ઝઘડો કરી લાકડી હાથ પર મારતાં ફ્રેક્ચર થયું હતું. ઝઘડા દરમિયાન મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં શામળાજી પોલીસમાં મહિલાએ ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વસાયામાં ઉર્મિલાબેન સુકાભાઈ પાંડોર પોતાના ખેતરમાં મકાઈમાં નિંદામણ કરતા હતા. તે દરમિયાન બાજુના ખેતરમાં રહેલો તેમનો ભત્રીજો ગોવિંદ પાંડોર તેમના ખેતરમાં રહેલા પથ્થર મહિલાના ખેતરમાં નાખીને ગાળાગાળી કરતો હતો અને કહેતો હતો કે આ જમીન મારી છે મારી જમીનમાં તમે ઘર કેમ કરેલ છે તેમ કહી મહિલા સાથે થયેલા ઝઘડા દરમિયાન તેના ભત્રીજાએ લાફો મારી તેને લાકડી વડે મહિલાને હાથ પર મારતાં તેને સારવાર માટે શામળાજી ખસેડાઇ હતી. તબીબે તેને હાથે ફ્રેક્ચર થયા હોવાનું જણાવતા તેને વધુ સારવાર અર્થે બહાર ખસેડવામાં આવી હતી.

ઝઘડા દરમિયાન મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેને શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગોવિંદભાઈ કાંતિભાઈ પાંડોર રહે. વસાયા તા. ભિલોડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment