ફરિયાદ:સમાજસેવિકા સામે 2.18 લાખની ઠગાઇની ફરિયાદ - Alviramir

ફરિયાદ:સમાજસેવિકા સામે 2.18 લાખની ઠગાઇની ફરિયાદ

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખંભાતમાં સમાજસેવિકાને ઝાડ સાથે બાંધી ચાર શખસે રૂા. બે લાખનો ચેક લીધાની ઘટનામાં નવો વળાંક

બે દિવસ પહેલા ખંભાતની સમાજસેવિકાને પીપળાના ઝાડે બાંધી ચાર શખ્સોએ રૂ.બે લાખના ચેકની માગણીની ફરિયાદ થઈ હતી. દરમિયાન આજે આ મહિલા વિરુદ્ધ ગરીબ પરિવારની મહિલાઓ ના રૂ 2.18 લોન અપાવવાના બહાને ઓળવી લીધા હોવાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે આ મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ખંભાતના અકબરપુર મોટી ચુનારાવાડમાં કોકીલાબેન રાજેશભાઈ ચુનારા ઉવ 42 પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ઘરે પતંગ બનાવવાની મજૂરી કરે છે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સમાજસેવાનું કામ પણ કરે છે. રેશન કાર્ડમાં નામ દાખલ કરાવવાનું હોય, કોઈને ડીલીવરી આવવાની હોય, આવકનો દાખલો કઢાવવો હોય, તો તેઓ ફોર્મ ભરવાથી લઈ બધી જ મદદ કરતા હતા. ગત 20 ડિસેમ્બર 2019 ના રોજ તેવો ખંભાત મામલતદાર કચેરીએ ગયા હતા.

ત્યાં તેમને મિતાલીબેન નીતિનભાઈ મિસ્ત્રી રહે શક્કરપુર ખારાકુવા મળ્યા હતા. આ બંને વચ્ચે સામાન્ય વાતચીત થઈ હતી. એમાં કોકીલાબેને પોતે સમાજસેવિકા હોવાનું કહ્યું હતું એટલે મિતાલીબેને તેમને કહ્યું હતું કોઈપણ સરકારી બેન્કમાંથી હું રૂ 5 લાખની મુદ્રા લોન બાર દિવસની અંદર અપાવી શકું છું. આ લોન લેવા માટે માત્ર રૂ. 17500નો જ ખર્ચ થાય છે. ત્યારબાદ બીજા દિવસે મિતાલીબેન કોકિલાબેન ના ઘરે ગયા હતા. જ્યાં કોકિલાબેને તેમને રૂ.5000 આપ્યા હતા. પછી અવાર નવાર મિતાલીબેન તેમના ઘરે જતા હતા. તે વખતે આજુબાજુની મહિલાઓ કોકીલાબેન ને પૂછતા કે આ બેન કોણ છે.

એટલે કોકિલાબેને તેમને કહ્યું કે આ મિતાલીબેન છે અને તેઓ પાંચ લાખની લોન અપાવી શકે છે. ત્યારબાદ 8 જાન્યુઆરી 2020 ના રોજ મિતાલીબેન તેમના ઘરે ગયા હતા. ત્યારે કોકિલાબેને તેમને વધારાના રૂ. 15000 આપ્યા હતા અને દીકરીને ભણવા માટે લોન અપાવવા વિનંતી કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની આજુબાજુ રહેતા મહિલાઓને બોલાવ્યા હતા. કોકીલાબેને તેમને બધી સમજણ પાડી હતી.

ત્યારબાદ 13 બહેનોએ તેમને રૂ. 1,98,000 રોકડા આપ્યા હતા. તેમની સાથે તેમના પતિ નીતિનભાઈ મિસ્ત્રી પણ આવ્યા હતા. મહિલાઓએ ખાતા ખોલાવવા માટે નાણાં આપ્યા હતા. જેથી તેઓ તેમના બાળકોના અભ્યાસ માટે લોન અપાવી શકે. આ દરમિયાન કોરોનાનું વર્ષ આવ્યું 2021માં પણ એ જ દશા થઈ ઘણો સમય થઈ ગયો હોય. મહિલાઓએ તેમની પાસે પૈસા પાછા માંગ્યા ત્યારે તેઓ કે તેમના પતિ પૈસા આપતા નહોતા અને ગમે તેમ બોલતા હતા અને કહેતા હતા પૈસા પાછા મળશે નહીં. માથાકૂટ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપવા લાગ્યા હતા. જેથી નાછૂટકે કોકીલાબેને આજે મિતાલીબેન અને તેમના પતિ નીતિનભાઈ મિસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment