ફરિયાદ:સિદ્ધપુર APMCમાં એરંડાની ચોરી કરવા કાર લઈને આવેલા શ્રમિકો CCTVમાં કેદ - Alviramir

ફરિયાદ:સિદ્ધપુર APMCમાં એરંડાની ચોરી કરવા કાર લઈને આવેલા શ્રમિકો CCTVમાં કેદ

પાટણ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સિદ્ધપુર પોલીસ મથકે 5 બોરી એરંડાની ચોરીની ફરિયાદ

સિદ્ધપુર એપીએમસીમાં છેલ્લા 10 દિવસના અરસામાં તસ્કરોએ પાંચ બોરી એરંડાની ચોરી અંજામ આપ્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કરતાં અગાઉ એપીએમસીમાં શ્રમિક તરીકે કામ કરી ચૂકેલા કર્મચારીઓએ ચોરીને અંજામ આપતા નજરે પડ્યા હતા. પેઢીના માલિકે વેપારીએ સિક્યુરિટી એજન્સીના કોન્ટ્રાક્ટરની જાણ કરતા સિદ્ધપુર પોલીસ મથકે 27,500ના 5 બોરી એરંડાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુર એપીએમસીમાં રખેવાળી માટે 5 વર્ષથી સિક્યુરિટી એજન્સીના 25 કર્મચારીઓ રાખેલા છે. એપીએમસીમાં 250 નંબરની પેઢી ઉપર 12/07/2022ના રોજ એરંડાની 12 બોરી હરાજીમાં ખરીદીને વેપારીના શેડ નીચે ઊભી કરેલી હતી ત્યારે 4થી 5 વાગ્યાના અરસામાં એરંડાની એક બોરીની ચોરી થઈ હતી. 10 દિવસ પહેલા આ જ પેઢીમાંથી 4 બોરીની ચોરી થઈ હતી. આ અંગે પેઢી માલિકે એપીએમસીમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ ચલાવતાં દિનેશભાઈ સેનનાને શુક્રવારે જાણ કરતાં તેમને શોધખોળ કરી પણ કંઈ પત્તો ન લાગતા સિદ્ધપુર પોલીસ મથકે 27,500ના 5 બોરી એરંડાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

સિધ્ધપુર એપીએમસીમાં 300થી વધુ પેઢી દુકાનો આવેલી છે. સમગ્ર માર્કેટ સીસીટીવી લગાવેલા છે અને તારીખ 12/07/2022ના રોજ વાન ગાડી લઈને તસ્કરો આવી એરંડાની એક બોરી ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તે તસ્કરો અગાઉ કપાસની સિઝનમાં એપીએમસીમાં શ્રમિકો તરીકે કામ કરતા હતા તેવું સિક્યુરિટી કોન્ટ્રાક્ટર દિનેશભાઈ મફાભાઈ સેનમા જણાવ્યું હતું.

પોલીસે એક શખ્સને ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો
તપાસ અધિકારી પી.એસ.આઇ.વી.જી. ઠાકોર જણાવ્યું હતું કે ચોક્કસ બાતની આધારે સિદ્ધપુર શહેરમાંથી ઠાકોર વિક્રમજીને ઝડપી પાડયો છે. શખ્સે માલનું ક્યાં વેચાણ કર્યું છે તે માલની રિકવરી તેમજ આ ચોરીમાં સંકળાયેલા બીજા શખ્સોની વધુ તપાસ આરોપીનો કોરોના રિપોર્ટ બાદ આગળની તપાસ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment