ફરિયાદ:હારિજમાં ફોનમાંગેમ રમતાં સ્કૂલના બાળકોનો વીડિયો બનાવતાં માર્યો - Alviramir

ફરિયાદ:હારિજમાં ફોનમાંગેમ રમતાં સ્કૂલના બાળકોનો વીડિયો બનાવતાં માર્યો

પાટણ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ત્રણ શખ્શો સામે મારામારીની ફરિયાદ નોંધાઇ

હારિજ બસ સ્ટેન્ડમાં મોબાઇલમાં ગેમ રમતા સ્કૂલના બાળકોનો વિડીયો બનાવવા મામલે મારામારી થતા 3 સામે ફરિયાદ નોંધાઈ હતી. હારિજના સોમનાથ નગરમાં રહેતા ભરતજી ભુપતાજી ઠાકોર અને અન્ય એક વ્યક્તિ હારિજ બસ સ્ટેન્ડમાં પાણી પીવા માટે ગયા હતા ત્યાં સ્કૂલના બાળકો મોબાઇલમાં ગેમ રમતા હતા. જેને પગલે ભરતજી ઠાકોર બાળકોના માતા-પિતાને જાણ કરવા વિડીયો બનાવતા હતા. ત્યારે હારિજ ખાતે રહેતા રજનીકાંત રતિલાલ પંડ્યાએ બંને બાળકોને હેરાન કરો છો કહીં અપશબ્દો બોલતાં ભરતજી ઠાકોર અને તેમની સાથેનો વ્યક્તિ ત્યાંથી નીકળી હારિજ કોર્ટ બહાર ગલ્લા પર બેઠા હતા.

ત્યારે રજનીકાંત પંડ્યા સહિત ત્રણ શખ્સો ગાડીમાં લાકડીઓ લઈ આવી ભરતજી ઠાકોર અને તેમની સાથેના વ્યક્તિને મારપીટ કરી ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ભરતજી ઠાકોરે આ અંગે હારીજ પોલીસ મથકે હારીજના રજનીકાંત રતિલાલ પંડ્યા, મોન્ટુભાઈ રજનીકાંત પંડ્યા, અને અરીઠાના વિપુલભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment