ફરિયાદો:પિન્ક કાર્ડ કઢાવવા માટે પણ મામલતદાર કચેરીમાં એક જ લાઇનમાં ઉભા રખાય છે - Alviramir

ફરિયાદો:પિન્ક કાર્ડ કઢાવવા માટે પણ મામલતદાર કચેરીમાં એક જ લાઇનમાં ઉભા રખાય છે

જૂનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટરના આદેશને પણ ઘોળીને પી જતા અધિકારીઓ

જૂનાગઢમાં પિન્ક કાર્ડ યોજનાનો ફિયાસ્કો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પિન્ક કાર્ડ ધારકને અન્ય અરજદારની જેમ લાઇનમાં ઉભવું નહિ પડે અને તેને અગ્રતા આપવામાં આવશે તેવો જિલ્લા કલેકટરે આદેશ કર્યો હતો. જોકે, મામલતદાર કચેરીના અધિકારીઓ જિલ્લા કલેકટરના આદેશને પણ ઘોળીને પી જતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ રાજ્યના મુખ્યમંત્રી અને જિલ્લા કલેકટરને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવ્યું છે કે, જેને સંતાનમાં માત્ર દિકરીઓ જ હોય તેમના માટે પિન્ક કાર્ડ યોજના જાહેર કરાઇ હતી જેમાં આવા કાર્ડ ધારકને કોઇપણ સરકારી કચેરીમાં કામ સબબ સામાન્યઅરજદારની જેમ લાઇનમાં ઉભવું નહિ પડે. આવા કાર્ડ ધારકને કોઇપણ સરકારી કચેરીમાં કામમાં અગ્રતા આપવામાં આવશે. જોકે, મામલતદાર કચેરીમાં પિન્ક કાર્ડ ધારક અરજદારની કોઇ વેલ્યુ નથી.

તેને પણ અન્ય અરજદારની જેમ જ લાઇનમાં જ ઉભવું પડે છે. પિન્ક કાર્ડ ધારકો માટે મામલતદાર કચેરીમાં અલગ બારી નથી કે અગ્રતા પણ આપવામાં આવતી નથી. પરિણામે આ પિન્ક કાર્ડ માત્ર છબીમાં મઢાવીને રાખવા સિવાય ક્યાંય ઉપયોગમાં આવતું નથી. ત્યારે જિલ્લા કલેકટરે આ બાબતે સરપ્રાઇઝ ચેકીંગ કરી વાસ્તવિકતા જાણી આ મામલે યોગ્ય કરવા સૂચના આપવી જોઇએ તેવી લોકો વતી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment