ફરીયાદ:કેશોદમાં OTP ન આપ્યો છતાં ખાતામાંથી રૂપિયા 41 હજારથી વધુની રકમ ઉપડી જતા રાવ - Alviramir

ફરીયાદ:કેશોદમાં OTP ન આપ્યો છતાં ખાતામાંથી રૂપિયા 41 હજારથી વધુની રકમ ઉપડી જતા રાવ

કેશોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

કેશોદ વાસાવાડી વિસ્તારમાં રહેતાં એક નિવૃત્ત બેંક કર્મચારીના પુત્રના બેંક ખાતામાંથી સાયબર ફ્રોડ કરનાર અજાણ્યાં શખ્સે તેમની જાણ બહાર કટકે કટકે 41,013 ઉપાડી લીધા હતાં. આથી તેમણે કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. કેશોદમાં રહેતાં દુલાભાઈ માંડણભાઇ ગઢવી એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધરાવે છે. તેમને મોબાઈલ ફોન પર કોલ આવ્યો કે ઓટીપી નંબર આપો નહીંતર તમારૂ ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે. જે ન આપવાં છતાં ક્રમશ: તેમના ખાતામાંથી 9 વખત ટ્રાન્જેકશન થયાં હતાં જેમાં 41, 013 જેવી રકમ ઉપડી ગયાના મેસેજ આવ્યાં હતાં.

આથી તેમણે ક્રેડિટ કાર્ડ વિભાગને જાણ કરી કાર્ડ બંધ કરાવ્યું હતું આ ઘટનામાં ભોગ બનનારે કોઈ માહિતી કે લિંક શેર ન કરી હોવા છતાં ફલીપકાર્ટ અને એમેઝોનમાં રકમ ટ્રાન્સફર થયાનું મેસેજ મારફત જાણવા મળ્યું હતું જેથી આ બંને કંપનીમાં પુછપરછ કરતાં તેમણે કોઈ ટ્રાન્જેકશન ન કર્યાનું જણાવ્યું હતું. તે અંગે અરજદારે પોતે ચિંતા વ્યક્ત કરી બેંક અને પોલીસમાં લેખિત ફરીયાદ આપી છે.

અરજદા પોલીસમાં અરજી આપતી વખતે બેંકમાં રોકડ રકમ રાખવી કે કેમ ? તે અંગે સવાલો ઉઠાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે તેમને ગ્રાહકના સુરક્ષાની જવાબદારી બેંકે રાખવાની હોય છે તેવી જાણકારી મળતાં ગુજરાત આરબીઆઇ એમ્બુઝમેન લેખિત ફરીયાદ કરી છે આ સાથે પોલીસમાં આપેલ અરજીની નકલ પણ સાથે જોડી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment