ફરી આફતનો ખૌફ:શનિવારે રાત્રે કિંખલોડ-ભાદરણમાં ધોધમાર વરસાદ - Alviramir

ફરી આફતનો ખૌફ:શનિવારે રાત્રે કિંખલોડ-ભાદરણમાં ધોધમાર વરસાદ

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રવિવારે ખેડા જિલ્લામાં યલો એલર્ટ જાહેર, કેટલાંક તાલુકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • બોરસદ તાલુકામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી લોકોમાં ગભરાટ ફેલાયો

આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં અત્યાર સુધીમાં 70 ટકા ઉપરાંત વરસાદ વરસી ચૂકયો છે.જેના કારણે ભારે નુકશાન થયું છે. આ વખતે ઇન્દ્રદેવના ધામ બોરસદ તાલુકામાં હોય તેમ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. પુન: 15 દિવસ બાદ આ વખતે બાકી રહેલા કિંખલોડથી ભાદરણ પંથકના 10 ગામોમાં શનિવાર રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જયારે રામપુરા,ખેડાસા, પીપળી સહિતના ગામોમાં જોતજોતા ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હતા.

ભારે વરસાદના પગલે ગ્રામજનો મુંઝવણ અનુભવી રહ્યાં હતા. જો સારોલ વાળી થાય તો પશુ ધનને નુકશાન થવાનો ભય વર્તાઇ રહ્યો હતો. સૌ કોઇ વરસાદ ખમૈયા કરે તે માટે પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતાં. બોરસદ ઉપરાંત મોડીરાત્રે ખંભાતમાં 1 ઇંચ અને તારાપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.આણંદ-ખેડા જિલ્લામાં બે દિવસ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહ્યો છે.શનિવારે પણ સામાન્ય વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જેમાં સૌથી વધુ તારાપુરમાં 10 મિમિ અને આણંદમાં 06 મિમિ વરસાદ નોંધાયો છે.

જયારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં કપડવંજ, માતર, મહેમદાવાદ સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા વરસ્યા હતા. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવાર સવારથી વરસાદનું જોર વધશે. શનિવાર સાંજથી વાદળો ઘેરાવો વધી ગયો છે. ખેડા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કેટલાંક તાલુકામાં ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જયારે આણંદ જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે. જયારે આગામી 5 દિવસ સુધી લો પ્રેશરને કારણે સામાન્ય થી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. જયારે ચરોતરમાં સરેરાશ 52 ટકા વરસાદ વરસી ચૂકયો છે. જેને લઇને ખેડૂતોમાં આનંદ છવાઇ ગયો છે. ડાંગર,બાજરી સહિત અન્ય પાકોના વાવેતર પુર જોશમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment