ફરી મંદિરમાં તોડફોડ:રાપરના ભૂટકિયા ગામના શિવ મંદિરમાં શિવલિંગ અને શેષનાગની તાંબાની મૂર્તિને કોઈ શખસે ખંડિત કરી, ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ - Alviramir

ફરી મંદિરમાં તોડફોડ:રાપરના ભૂટકિયા ગામના શિવ મંદિરમાં શિવલિંગ અને શેષનાગની તાંબાની મૂર્તિને કોઈ શખસે ખંડિત કરી, ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • In The Shiva Temple Of Bhutakia Village In Rapar, A Person Broke The Copper Idol Of Shivling And Sheshnag, Causing Outrage Among The Villagers.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • અજાણ્યા ઇસમ વિરુદ્ધ મંદિરના પુજારીએ મંદિરમાં તોડફોડની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
  • અગાઉ રાપરના ત્રમ્બો અને ભચાઉના ચાન્દ્રોડી ગામે પણ શિવ મંદિરમાં તોડફોડ કરાઈ હતી

વાગડ વિસ્તારમાં ફરી દેવ મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. ગત 16 જુનના રાપરના ત્રમ્બો ગામે શિવ મંદિરમાં કોઈ શખસે તોડફોડ કરી હતી. આ પૂર્વે ભચાઉના ચાન્દ્રોડી ગામે પણ એક માનસિક વિકૃત શખસે દેવ મંદિરમાં તોડફોડ કરી હતી. જે બાદ હવે રાપર તાલુકામાં આવતા ભૂટકિયા ગામના ત્રમ્બેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા મંદિર અંદર સ્થાપિત શિવલિંગ અને શેષનાગની મૂર્તિઓને ખંડિત કરી બહાર ફેંકી દેવાયાની ઘટના સામે આવી છે. જેને લઈ આડેસર પોલીસ મથકે પૂજારી દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. ઘટનાના પગલે સ્થાનિક ગ્રામજનોમાં દુઃખની લાગણી સાથે આરોપી સામે રોષ ફેલાયો છે. બનાવની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આરોપીને વહેલાસર પકડી પાડવાની માગ
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના ભૂટકિયા ગામે આવેલા ત્રમ્બેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રિથી આજ સવારના 5 વાગ્યા સુધીના અરસામાં કોઈ અજ્ઞાત શખસ દ્વારા મંદિર અંદર બિરાજમાન ભગવાન શંકરનું શિવલિંગ સ્થાપિત જગ્યાએથી ઉખેડી બહાર ફેંકી દેવામાં આવ્યું હતું. તેમજ મંદિર અંદર રહેલી તાંબાની શેષનાગની મૂર્તિ ખંડિત કરી દેવાઈ હતી. જેને લઈ પૂજારી ઈશ્વરપુરીએ પોતાના પુત્ર સંજય અને ગ્રામજનને મંદિરમાં બોલાવી બનાવની જાણ કરી હતી અને ગામના લોકોને એકઠા કરી સમગ્ર ઘટના વર્ણવી હતી. જે બાદ આ અંગેની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાસ્થળે એકત્ર થયેલા વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ જગુભા જાડેજા, ભરતભાઈ મસુરીયા, બજરંગદળના પ્રમુખ રવિભાઈ રાજપૂત, આડેસર હિન્દૂ સંગઠનના ભાઈઓ, માલી સમાજના ભાઈઓ સહિત આસપાસના ગ્રામજનોએ કસૂરવાર આરોપીઓની સઘન તપાસ કરી તાત્કાલિક ધોરણે ઝડપી પડવાની માગ કરી હોવાનું દિપુભા જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment