ફિલ્મી ઢબે અપહરણ:મહેસાણા કોર્ટ બહારથી કેટલાક શખ્સો યુવકને ઉઠાવી ગયા, મારમાર્યા બાદ ચા પીવડવીને છોડી મૂક્યો - Alviramir

ફિલ્મી ઢબે અપહરણ:મહેસાણા કોર્ટ બહારથી કેટલાક શખ્સો યુવકને ઉઠાવી ગયા, મારમાર્યા બાદ ચા પીવડવીને છોડી મૂક્યો

મહેસાણા32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એક વર્ષ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી અપહરણ કર્યું હતું

મહેસાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વર્ષ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી મહેસાણા કોર્ટના ગેટ પાસેથી કેટલાક ઈસમો યુવકને ગાડીમાં ઉઠાવી લઇ અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને મારમારી ચા પીવડાવીને છોડી મૂક્યો હતો. આ સમગ્ર મામલે હાલમાં મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં એક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જૂની અદાવતમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ
અમદાવાદ જિલ્લાના સરફરાઝ ઘાચીના નાનાભાઈ સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેની જમીન અરજી માટે ફરિયાદી મહેસાણા કોર્ટમાં આવ્યા હતા. જ્યાં સામ પક્ષના માણસો પણ કોર્ટમાં જમીન અરજી સંબંધે વાંધા અરજી મુકવા આવ્યા હતા. જેમાં અરજી આપી સામા પક્ષના લોકો જતા રહ્યા હતા, એ દરમિયાન ફરિયાદી પણ કોર્ટનું કામ પતાવી પોતાની ગાડીમાં બેસવા ગયા, એ દરમિયાન ત્રણ માણસોએ ફરિયાદીએ ગાડીમાંથી બહાર કાઢી સ્કોર્પિયો ગાડીમાં બેસાડી અપહરણ કરી મહેસાણા હિંમતનગર હાઇવે પર લઇ જઇ ઢોર માર માર્યો હતો.

ચા પીવડાવી છોડી મૂક્યો
બાદમાં આરોપી એઝાંઝ પર ઝાકીર ખાન નામના વ્યક્તિનો ફોન આવેલો અને જાણવેલું કે ફરિયાદી સરફરાજને કઈ કરતા નહીં છોડી દોજો તે સમાધાન કરી દેશે. એમ કહ્યા બાદ અપહરણ કરનાર એઝાંઝ અને તેના માણસોએ ફરિયાદીને વિસનગર રોડ પર ઉતરી ચા પીવડાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ફરિયાદી જેમ તેમ કરી મહેસાણા આવી એ ડીવીઝન પોલીસ મથકમાં અપહરણ કરનાર આરોપી એઝાંઝ ઉર્ફ એઝુ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment