ફુડ વિભાગની તપાસ:રેસ્ટોરન્ટમાંથી મશરુમ, પનીર અને વટાણાના નમૂના લેવાયા - Alviramir

ફુડ વિભાગની તપાસ:રેસ્ટોરન્ટમાંથી મશરુમ, પનીર અને વટાણાના નમૂના લેવાયા

ગાંધીધામએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગાંધીધામમાં ફુડ વિભાગે 40 લારી ગલ્લાઓમાં તપાસ કરી
  • માખી, મચ્છરો અને ગંદકીના વધતા પ્રકોપથી કાર્યવાહી

ગાંધીધામમાં વરસાદની સીઝન બાદ ગંદકી અને મચ્છરોના કારણે રોગચાળાનો ભય રહેલો છે ત્યારે આખરે ફુડ વિભાગ દ્વારા શહેરમાં આહારની ગુણવતા તપાસવાનો દોર આરંભયો હતો, એક રેસ્ટોરંટથી બે તૈયાર શાકના સેમ્પલ લઈને ગુણવતા તપાસવા મોકલાયા હતા, તો શહેરના મુખ્ય સ્થળોએ લારીગલ્લા ધારકોની સ્થિતિનો અંદાજો મેળવીને જરૂરી સુચનાઓ અપાઈ હતી,જેમાં પાણીપુરીની લારીઓનો ખાસ સમાવેશ થાય છે.

શહેરમાં વરસાદના કારણે ચોતરફ પાણીભરાવ અને ગંદકીના ગંજ છે અને આરોગ્ય વિભાગ પહેલાજ લોકોને રોગો ન ફેલાય તે માટે બહારનું ફુડ ટાળવાની સલાહ આપી ચુક્યુ છે ત્યારે આ તમામ વચ્ચે લારી ગલ્લા અને આહારગૃહોમાં વેંચાતા ભોજન, નાસ્તાની ગુણવતા અને સ્થિતિ તપાસવા માટે ફુડ ઈન્સ્પેક્ટર દ્વારા સોમવારના તપાસનો દોર આરંભાયો હતો.

જેમાં શહેરમાં આવેલા એક રેસ્ટોરંટમાંથી મટર મશરુમ અને મનીર કઢાઈ એમ બે શાકના સેમ્પલ લેવાયા હતા, તો શિવાજી પાર્ક, બેંકિગ એરીયા, નગરપાલિકા સામે, ડીબીઝેડ વિસ્તાર, ઝંડાચોક વિસ્તારમાં ઉભી રહેતી 40 જેટલા લારી ગલ્લામાં તપાસ કરીને નિયમાનુસારની પેપર પ્લેટ્સનો ઉપયોગ કરવા, સ્વચ્છતા રાખવાની સુચના અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment