ફોટા પાડતા બબાલ:આણંદમાં દુકાનના ફોટા પાડવા બાબતે લોખંડની પાઇપના ફટકા માર્યા, જાનથી મારી નાંખવાની ધમકી આપી - Alviramir

ફોટા પાડતા બબાલ:આણંદમાં દુકાનના ફોટા પાડવા બાબતે લોખંડની પાઇપના ફટકા માર્યા, જાનથી મારી નાંખવાની ધમકી આપી

આણંદ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સામસામે બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ હાથ ધરી

આણંદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી રેડીમેઇડ સેલ દુકાનના ફોટા પાડવા બાબતે બે શખ્સોએ લોખંડની પાઇપ ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે બે શખ્સો ગુનો નોંધ્યો હતો.

લોખંડની પાઇપ મારી
આણંદ શહેરના ખુશ્બુ પાર્કમાં રહેતા અબુલકાસીમ અબુલકલામ પઠાણની સ્ટેશન રોડ આનંદ રેડીમેઇડ સેલની દુકાન આવેલી છે. તેઓ કોઇ કારણસર ઇમરાન પટનીની દુકાનના ફોટા પાડતા હતાં. તેથી ઇમરાન પટણી અને જાવેદ પટની (રહે.આણંદ) ગુસ્સે થયાં હતાં અને મારી દુકાનના ફોટા કેમ પાડ્યા છે. તેમ કહી અપશબ્દ બોલી ગડદાપાટુનો મારમારી અબુલકાસીમનો ભાઈ વચ્ચે પડતાં તેને અબુલ વફાને લોખંડની પાઇપના ફટકા માથામાં મારતા ગંભીર ઇજા પહોંચી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ અંગે અબુલકાસીમની ફરિયાદ આધારે આણંદ શહેર પોલીસે ઇમરાન પટની અને જાવેદ પટની સામે ગુનો નોંધ્યો હતો. સામી ફરિયાદમાં મહંમદબિલાલ બેલીમે જણાવ્યું હતું કે, અબુલકાસીમ પઠાણ અને અબુલ વફા પઠાણ સાઇટના ફોટા પાડતા હતાં. જેથી ફોટા પાડવાની ના પાડતા તેઓએ લાફા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે શહેર પોલીસે અબુલકાસીમ પઠાણ અને અબુલ વફા પઠાણ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment