ફ્રીની રેવડી મુદ્દે વિવાદ:સુરતમાં AAP લોક દરબાર યોજે એ પહેલા પોલીસે કાર્યકરો ટીંગાટોળી સાથે અટકાયત કરી - Alviramir

ફ્રીની રેવડી મુદ્દે વિવાદ:સુરતમાં AAP લોક દરબાર યોજે એ પહેલા પોલીસે કાર્યકરો ટીંગાટોળી સાથે અટકાયત કરી

સુરતએક કલાક પહેલા

પોલીસે મહિલા કાર્યકરની હાથ ખેચીને અટકાયત કરી.

થોડા દિવસો અગાઉ વડાપ્રધાન દ્વારા અમુક રાજકીય પક્ષો દ્વારા લોકોને ફ્રીની રેવડી આપવાના મુદ્દે ટકોર કરવામાં આવી હતી. જેના વિરોધમાં સુરતની પાર્ટી દ્વારા લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ શરૂ થાય તે અગાઉ જ પોલીસ દ્વારા કાર્યકરો અને કોર્પોરેટરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી

લોકો પાસે મત જાણવાના હતા
આમ આદમી પાર્ટી દ્વારા લોકો પાસે મત જાણવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબાર શરૂ થાય તે અગાઉ જ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ બે પોલીસ સ્ટેશનના કાફલાને તહેનાત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ શરૂ થાય તે અગાઉ જ પોલીસ દ્વારા 20 જેટલા કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે મહિલા કાર્યકરની અટકાયત કરી.

પોલીસે મહિલા કાર્યકરની અટકાયત કરી.

વિરોધ કરવા દેવામાં આવતો નથી
આપના નેતાએ જણાવ્યું હતું કે, સરકાર ઈમાનદાર આમ આદમી પાર્ટીથી ડરી રહી છે. આથી અમને વિરોધ પ્રદર્શન પણ કરવા દેવામાં આવતું નથી. પોલીસને આગળ કરીને અમને અટકાવવામાં આવે છે, જે લોકશાહીના ગળાને દબાવવાનું કામ થતું હોય તેવું લાગી રહ્યું છે.

પોલીસે કાર્યકરોની અટકાયત કરી.

પોલીસે કાર્યકરોની અટકાયત કરી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment