બંદૂકની અણીએ લૂંટના LIVE દ્રશ્યો:મોડાસામાં 3 લૂંટારુંઓ દુકાનમાં ઘુસ્યા, 4 લાખની માગ સાથે વેપારીને હથોડી મારી માથુ ફોડ્યું, ઈરાદો નિષ્ફળ થતાં ભાગી છૂટ્યા - Alviramir

બંદૂકની અણીએ લૂંટના LIVE દ્રશ્યો:મોડાસામાં 3 લૂંટારુંઓ દુકાનમાં ઘુસ્યા, 4 લાખની માગ સાથે વેપારીને હથોડી મારી માથુ ફોડ્યું, ઈરાદો નિષ્ફળ થતાં ભાગી છૂટ્યા

અરવલ્લી (મોડાસા)9 મિનિટ પહેલા

  • વેપારીએ લોહીલુહાણ હાલતમાં છેક બહાર સુધી તસ્કરોને પકડવાનો પ્રયત્ન કર્યો

મોડાસામાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં વેપારી પર જીવલેણ હુમલો કરી ત્રણ શખ્સો દ્વારા લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. જો કે વેપારીએ લોહીલુહાણ હાલતમાં પણ છેક બહાર સુધી આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લૂંટારુઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. હાલમાં વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે અને પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

હથોડી મારી વેપારીને લોહીલુહાણ કર્યો
મોડાસાના માલપુર રોડ પર આવેલી એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં આજે સોમવારે વેપારી પોતાની દુકાનમાં ખુરશીમાં બેઠા હતા. તે સમયે અજાણ્યા ત્રણ શખ્સો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા અને વેપારીને એલઇડી અને મોબાઈલનો ભાવ પૂછવા લાગ્યા હતા. જેમાં પહેલા શખ્સે વેપારીને પકડી લઈ ચાર લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જેમાં વેપારીએ નાણાં નથી એમ જણાવતાં એ શખ્સે પોતાના ખીસામાંથી હાથોડી કાઢી વેપારીના માથામાં મારી વેપારીને લોહીલુહાણ કર્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
જો કે વેપારીએ તસ્કરો સામે પ્રહાર પણ કર્યાં હતા ત્યારે બીજા એક ઇસમે રિવોલ્વર તાકી વેપારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. વેપારી સાથે ઝપાઝપી કરી તસ્કરોએ વેપારીને પાડી દીધો હતો. જેમાં વેપારીએ સામે બહાદુરીપૂર્વક પ્રતિકાર કરતાં તસ્કરો નાસી છૂટ્યા હતા. વેપારીએ લોહીલુહાણ હાલતમાં છેક બહાર સુધી તસ્કરોને પકડવાનો પ્રયત્નો કર્યા હતા. જેમાં આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.

પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
સીસીટીવીના લાઈવ દ્રશ્યો જોતાં ભલભલાના હોશ ઉડી જાય એમ ધોળા દિવસે જાહેર રોડ પર આવેલી દુકાનમાં આ રીતે લોહિયાળ ઝપાઝપી થઈ હતી. ત્યારે મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અને પોલીસે ઘટનાસ્થળે દોડી આવી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment