બંધના એલાનને પ્રચંડ પ્રતિસાદ:અનાજ, કઠોળ ઉપર જીએસટીના વિરોધમાં ગજ બજારમાં મોટાભાગની દૂકાનો બંધ રહી, 25 કરોડ ઉપરાંતનું ટર્નઓવર અટક્યું, - Alviramir

બંધના એલાનને પ્રચંડ પ્રતિસાદ:અનાજ, કઠોળ ઉપર જીએસટીના વિરોધમાં ગજ બજારમાં મોટાભાગની દૂકાનો બંધ રહી, 25 કરોડ ઉપરાંતનું ટર્નઓવર અટક્યું,

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Most Of The Shops In Ghaj Bazar Remained Closed In Protest Against GST On Grains, Pulses, Turnover Of Over 25 Crores Stopped.

આણંદ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ધાન્ય પાક ઉપર લગાવવામાં આવેલા જીએસટીને લઈ વેપારીઓમાં વ્યાપક રોષ
  • આઝાદી કાળ બાદ પહેલી સરકાર જેને આ રીતે અનાજ કઠોળ ઉપર ટેક્ષ લગાવ્યો હોય: વેપારી એસોસીએશન પ્રમુખ

સરકાર દ્વારા અનાજ, કઠોળ અને પેકેજડ ફૂડ પ્રોડક્ટ ઉપર જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે. જેને પગલે વેપારી આલમમાં વ્યાપક રોષ વ્યાપ્યો છે. આણંદ સરદાર ગંજબજારમાં વેપારીઓ દ્વારા સરકારની આ નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા શનિવારે બજાર બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. આજે ગંજ બજારમાં એક પણ વેપારીની દુકાન ખુલ્લી નથી.
વ્યાપારીઓએ બજાર બંધનું એલાન આપ્યું હતું
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ સરદાર ગંજબજારમાં 250 થી વધુ દુકાનો આવેલી છે. જેમાં આજે શૂન્ય વ્યાપાર છે. સરકાર દ્વારા પેકેજડ ફૂડ ,અનાજ અને કઠોળ ઉપર લાદવામાં આવેલા જીએસટી દર વિરૂદ્વ વ્યાપારીઓએ બજાર બંધનું એલાન આપ્યું છે.

ગંજ બજારમાં કરોડોનું ટર્નઓવર અટક્યું
સરકાર દ્વારા અનાજ,કઠોળ ,અને પેકેજડ ફૂડ ઉપર લાદવામાં આવેલા જીએસટીને કારણે વેપારીઓને સરકારી વહીવટી પ્રક્રિયામાં પણ વ્યાપાર ઉપરાંતનો સમય જશે અને સામાન્ય ભુલોએ પણ જીએસટી વિભાગની દાદાગીરી વધશેની ભીતિ પણ વ્યાપારીઓમાં પ્રસરી રહી છે. આજે ગંજ બજારમાં 25 કરોડથી વધુનું વ્યાપારિક ટર્નઓવર અટક્યું છે. ટ્રાન્સપોર્ટેશન સહિત અન્ય સંલગ્ન વ્યાપાર અને બેન્કિંગ ટ્રાન્જેક્શન ઉપર પણ આ બંધની વ્યાપક અસર રહી છે.
જીએસટીને પગલે વ્યાપાર ઘટશે અને મોંઘવારીનો બોજો વધશે
આ અંગે ગંજબજાર વેપારી એસોસિએશનના પ્રમુખ જગદીશ પટેલે જણાવ્યું હતું કે, આઝાદી કાળથી અત્યાર સુધી અનેક સરકારો આવી અને ગઈ પરંતુ કોઈ સરકારે અનાજ, કઠોળ જેવા ધાન્ય પાક ઉપર કોઈ જ ટેક્સ લગાવ્યો નથી. આ પહેલી સરકાર જેને આ નિર્ણય લીધો. આ નિર્ણયથી ટેક્ષેકન સહિતની સરકારી કામગીરી માટે કર્મચારીઓ અલગથી રાખવા પડશે. વળી જે માલમાં બે કે ત્રણ ટકા નફે વ્યાપાર થતો હતો ત્યાં હવે જીએસટીના પાંચ ટકા ફરજિયાત ઉમેરવા પડશે. વ્યાપાર ઘટશે અને ગ્રાહક ઉપર મોંઘવારીનો બોજો વધશે.
સોમવાર થી રાબેતા મુજબ દુકાનો શરૂ થઈ જાશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બજાર એક દિવસ પૂરતું બંધ છે સોમવાર થી રાબેતા મુજબ શરૂ થશે. પરંતુ સોમવારથી ચોખા બજાર સહિતની મિલોની અચોક્કસ મુદ્દતની હડતાળ છે તો ત્યાંથી સપ્લાય બંધ રહેશે તો તેની અસર અહીં પણ પડશે. જેથી આગામી દિવસોમાં વ્યાપાર ઠપ્પ જેવું જ રહેશે. આ અનાજની ઘટ નાગરિક સમાજમાં મોટી સમસ્યા ઉભી કરશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment