બબાલ:નવસારીના સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક મુદ્દે હોટલ નજીક બબાલ - Alviramir

બબાલ:નવસારીના સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક મુદ્દે હોટલ નજીક બબાલ

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધ્યો, હોટલ ચાલકની એસપીને રાવ

નવસારીના સ્ટેશન પાસે આવેલ એક હોટલની બહાર પાર્કિંગ બાબતે પોલીસ દ્વારા માલિક અને મેનેજર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરવા માટે હોટલના માલિક અને મેનેજરને બોલાવી પોલીસ સ્ટેશને લઇ જઇ માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.

નવસારી ટાઉન પોલીસના અપોકો અવનિશ અરવિંદભાઈ અને સ્ટાફ 16 જુલાઈના રોજ રાત્રિ પેટ્રોલીગમાં સ્ટેશન રોડ પાસે ગયા હતા. ત્યાં રસ્તામાં જ ગ્રાહકોએ વાહનો પાર્કિગ કર્યા હતા. તે બાબતે પોલીસે હોટલના માલિક પ્રિતકુમાર ગુપ્તા અને મેનેજર મનોજ નિશાદને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, અમારી પાસે પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાથી ગ્રાહકોના વાહનોને અમારી હોટલની સામેના જાહેર રોડ ઉપર પાર્ક કરાવીએ છીએ તેમ જણાવતા પોલીસે ફરિયાદ કરી હતી. આ બાબતે હોટલના માલિકે પણ એસપીને અરજી આપી હતી.

પોલીસની રાબેતા મુજબની તપાસ હતી
રાત્રિના સમયે સ્ટેશન વિસ્તારમાં હોટલ પાસે ટ્રાફિકનું ભારણ હોય અને ત્યાં અનિષ્ટ તત્વો ભેગા થતા હોય જે બાબતે પોલીસ ફરિયાદ થતા રાબેતા મુજબની કાર્યવાહી કરી છે. > ડી. જે. પટેલ, પીઆઇ, ટાઉન પોલીસ સ્ટેશન

અમને પોલીસે બોલાવી માર માર્યો
અમને પોલીસે કાર્યવાહી માટે બોલાવ્યા અને પોલીસ મથકે લાવીને માર માર્યો. અમારે હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. પોલીસનું વર્તન સારું ન હતું. > પ્રિતકુમાર ગુપ્તા, ભોગ બનનાર

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment