બસ ચાલકે પોતે જ બીડુ ઝડપ્યું:વાંસદા હાઈવે પર વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો, એસ.ટીના ચાલકે જાતે જ કુહાડીથી ડાળીઓ કાપી રસ્તો ખુલ્લો કર્યો - Alviramir

બસ ચાલકે પોતે જ બીડુ ઝડપ્યું:વાંસદા હાઈવે પર વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો, એસ.ટીના ચાલકે જાતે જ કુહાડીથી ડાળીઓ કાપી રસ્તો ખુલ્લો કર્યો

દાહોદ15 મિનિટ પહેલા

  • સરકારી મદદની રાહ જોયા વિના જ પોતે જ બીડુ ઝડપી મુસાફરોને મદદ કરી

દાહોદથી આહવા જતી બસ વાંસદા હાઈવે પર વરસાદને કારણે તૂટી પડેલા વૃક્ષને લીધે રોકાઈ ગઈ હતી. ટ્રાફિક બંન્ને તરફ જામ હતો. ત્યારે આ બસના ચાલકે પાસેના ઘરેથી કુહાડી લાવી વૃક્ષની ડાળીઓ કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો. વરસતા વરસાદમાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
પાસેના ઘરોમાંથી કુહાડી સહિતના સાધનો એકઠા કર્યા
બે દિવસ અગાઉ મુશળધાર વરસતા વરસાદમા દાહોદ-આહવા બસ લઈને આહવા તરફ આવતા બસ ચાલક મોન્ટીભાઈ નિનામા (બેજ નંબર :149 ) એ વાંસદા-વઘઈ આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર પડેલા તોતિંગ વૃક્ષને કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાયેલી જોઈ હતી. તેમજ વાહનોની લાંબી કતાર, અટવાયેલા અને ડઘાયેલા લોકોને જોઇને, આ બસ ચાલકે આ પરિસ્થિતિમા ‘આત્મનિર્ભર’ બનવાનો અવસર સમજી, આસપાસના ઘરોમાંથી કુહાડી સહિતના સાધનો એકઠા કર્યા હતા. જે બાદ વરસતા વરસાદમા સ્વયં વૃક્ષની ડાળીઓ કાપી, માર્ગ ખુલ્લો કરવાની દિલેરી દાખવી હતી.

થોડા જ સમયમા રસ્તો ખુલી ગયો
જોત જોતામા કલાકોથી બંધ રહેલો માર્ગ બસ ચાલકના હકારાત્મક અભિગમ અને પ્રયાસને કારણે ખુલ્લો થતા, પ્રજાજનો સહીત અટવાયેલા વાહન ચાલકોએ તેમનો આભાર વ્યકત કરી રાહતનો શ્વાસ લીધો હતો. આમ, એક અદના કર્મચારીના હકારાત્મક અભિગમથી સેંકડો વાહન ચાલકોને તાત્કાલિક મદદ મળી હતી.
મુસાફરોની સલામતી એ જ પ્રાથમિકતા
મોન્ટુભાઈ નિનામાએ જણાવ્યું હતું કે, તેમના ડેપો મેનેજર સહીત ઉચ્ચ અધિકારીઓના સતત માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ, બસના મુસાફરોની સુરક્ષા અને સલામતીને પોતાનું પ્રાથમિક કર્તવ્ય ગણી, ત્વરિત નિર્ણય લઈને એસ.ટી.ડેપો, વાહન વ્યવહાર વિભાગ, અને સરકારની સેવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment