બસ સળગી જઇને ખાખ:તળાજા એસ.ટી ડેપો વર્કશોપમાં સાંજના સમયે બે બસ ભડભડ સળગી ઉઠી - Alviramir

બસ સળગી જઇને ખાખ:તળાજા એસ.ટી ડેપો વર્કશોપમાં સાંજના સમયે બે બસ ભડભડ સળગી ઉઠી

તળાજાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • તળાજા ડેપોની મિની બસ સળગી જઇને ખાખ થઈ

તળાજા એસ.ટી ડેપો વર્કશોપમાં આજે સાંજના સમયે વર્કશોપમાં બે બસ એકાએક ભડભડ સળગવા લાગતા તળાજા એસ ટી બસ સ્ટોપના સ્ટાફમાં ભાગદોડ મચી ગઇ હતી, તળાજા ડેપોની મીની બસ સળગી જઇને ખાખ થઈ હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તળાજા એસટી ડેપો વર્કશોપમા આજે સાંજના સમયે તળાજા ડેપોની મીની બસમાં એકાએક આગ લાગીને ચોતરફ ફેલાઈને ભડભડ સળગવા લાગતા અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી જતાવાહનની મશીનરી,તમામ સીટ સહિત આખી બસમાં આગ ફેલાઇ જતાં બાજુમાં ઊભેલી મહુવા ડેપોની એસટી બસ નંબર GJ 18 Z 6331 ને પણ લપેટમાં લઈ લેતા તેમાં પણ આગ ફેલાવા લાગી હતી.

આ સમયે ડેપો વર્કશોપમાંથી તળાજા નગરપાલિકા ફાયર બ્રિગેડને ફોન કરી બોલાવતા ફાયર ફાઈટર સહિત સ્ટાફ દ્વારા એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેતા આગ વધુ ફેલાતા રહી ગઈ હતી. આ આગ દરમિયાન તળાજા ડેપોની બસ સંપૂર્ણ નુકસાનગ્રસ્ત થઈ ગઈ હતી મહુવા ડેપોની બસને પણ સારું એવું નુકશાન થયેલ છે. બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા આ અકસ્માતના સ્થળે ઉમટી પડ્યા હતા આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણવા મળેલ નથી .

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment