બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:ગોધરા LCBએ ગોન્દ્રા ઈદગાહ મહોલ્લા ત્રણ રસ્તા પાસેથી ચોરીની મોટર સાયકલ ઝડપી, કિશોર સહિત બેની અટકાયત - Alviramir

બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:ગોધરા LCBએ ગોન્દ્રા ઈદગાહ મહોલ્લા ત્રણ રસ્તા પાસેથી ચોરીની મોટર સાયકલ ઝડપી, કિશોર સહિત બેની અટકાયત

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે ચોરીની મોટર સાયકલ કિ. રૂ. 20 હજારની સાથે બે ઇસમોને પકડી પાડ્યા

ગોધરા એલ.સી.બી. પોલીસે ગોન્દ્રા ઈદગાહ મહોલ્લા જવાના ત્રણ રસ્તા પાસેથી ચોરીની મોટર સાયકલ કિ. રૂ. 20 હજારની સાથે બે ઇસમોને પકડી પાડ્યા હતા. આ સાથે જ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો મોટર સાચકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

એક શખ્સ અને કીશોરે ભેગા મળી મોટર સાયકલ ચોરી હતી
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષ એમ.એસ. ભરાડાએ આપેલા માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરાને મિલ્કત સંબધી ગુનાઓ તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ તેમજ વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી. તે સુચનાના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમારને બાતમીદારથી માહિતી મળી હતી કે, આજથી દસેક દિવસ પહેલા ગોધરા વ્હોરવાડ કેસરીના મકાનની સામે આવેલા મકાનની આગળ રાત્રીના સમયે પાર્કીંગ કરેલા હીરો એચ .એફ.ડીલક્ષ મોટર સાયકલ નં. જી.જે.17 બી.બી. 2119ની ચોરાયેલી મોટર સાયકલ રીઝવાન હુસેન શેખ તથા એક કીશોરે ભેગા મળી ચોરી કરી છે.

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ધરપકડ કરી
​​​​​​​આ ચોરીની મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી નાખેલી છે જે નંબર વગરની મોટરસાયકલ લઇને ગોધરા ઈદગાહ મહોલ્લા તરફ્થી નીકળી ગોન્ઝા તરફ આવનારા છે. આવી બાતમીના આધારે પોલીસે ગોન્ઝા વ્હોરવાડ ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી ખાનગી વોચ રાખી તપાસ કરી હતી. જેમાં બાતમી મુજબની ચોરીની ઉપરોક્ત મોટર સાયકલ સાથે રીઝવાન હુસેન શેખ તથા કીશોરને પકડી પાડવામાં આવ્યા હતા.

શખ્સોએ ગુનાની કબુલાત કરી
સરકારના ઇ-ગુજકોપમાં રજીસ્ટ્રેશન નંબર તથા એન્જીન તથા ચેચીસ નંબર નાખી સર્ચ કરતાં તેના માલીક તરીકે છીપા મહંમદ ઐયુબ ઈસ્માઈલનું નામ જણાઈ આવ્યું હતું. આરોપીની પુછપરછ કરતા તેઓ બંન્નેએ જણાવ્યું હતું કે આજથી દસેક દિવસ અગાઉ રાત્રીના સમયે બંન્નેએ ભેગા મળી હીરો એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment