બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:પોરબંદર શહેરમાં બાઈક ચોરોની ટોળકી ઝડપાઈ, ત્રણ બાઈક સાથે 3 ઈસમોને ઝડપી પાડતી ઉદ્યોગનગર પોલીસ - Alviramir

બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:પોરબંદર શહેરમાં બાઈક ચોરોની ટોળકી ઝડપાઈ, ત્રણ બાઈક સાથે 3 ઈસમોને ઝડપી પાડતી ઉદ્યોગનગર પોલીસ

પોરબંદર34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર પોલીસ દ્વારા જિલ્લામાં વાહન ચોરીની ગેરકાયદેસર પ્રવૃતી નાબુદ કરવા ડિ-સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ઓરીયન્ટ ફેકટરી પાછળના રસ્તા પર એક મોટર સાઈકલ ત્રીપલ સવારીમાં આવતી મોટર સાઈકલ શંકાસ્પદ જણાતા તપાસ કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફ ઓરીયન્ટ ફેકટરી પાછળના રસ્તા ઉપર જતા મોટર સાઈકલ ચાલક પોલીસ સટાફને જોઇ ભાગવાની કોશીષ કરી હતી. બાઈકનો પીછો કરી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વાર પુછપરછમાં ચોરોએ મોટર સાઈકલ ચોરી કર્યાની કબુલાત કરી હતી. બાઈક ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ત્રણેય બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓના નામ
1 અરભમ ધારશી પરમાર રહે.દેવડા ગામ તા.કુતીયાણા જી.પોરબંદર

2 સંજય રામા વાઘેલા રહે.ખાપટ ખડી માટીના કારખાના પાસે પોરબંદર

3 સંજય એભા વાઘેલા રહે.ખાપટ ખડી માટીના કારખાના પાસે પોરબંદર

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment