બાઈક પર ગાંજાની હેરાફેરી:છોટા ઉદેપુરના કટારવાંટ ત્રણ રસ્તા પાસે સૂકા ગાંજાનો ધંધો; પોલીસે ફિલ્મી ઢબે આરોપીને પકડી પાડ્યો - Alviramir

બાઈક પર ગાંજાની હેરાફેરી:છોટા ઉદેપુરના કટારવાંટ ત્રણ રસ્તા પાસે સૂકા ગાંજાનો ધંધો; પોલીસે ફિલ્મી ઢબે આરોપીને પકડી પાડ્યો

છોટા ઉદેપુર22 મિનિટ પહેલા

છોટા ઉદેપુરના સરહદી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગાંજો વધુ પકડાઇ રહ્યો છે. ત્યારે એસ.ઓ.જી. પોલીસ જીલ્લાના સરહદી વિસ્તારમાં કટારવાંટ હલ્દી મહુડી ફળીયા ત્રણ રસ્તા પાસે પેટ્રોલીંગમાં હતા. ત્યારે બે બાઈક ઉપર ત્રણ યુવકો પસાર થતી વખતે શંકા જતા પોલીસે તેઓને ઉભા રાખવા જતાં ત્રણે યુવકો પોલીસને જોઈને બાઈક મૂકીને ભાગવા જતા હતા. તેવામાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ત્રણે યુવકોને ઝડપી પાડ્યા હતા.

રૂ. 89,080નો મુદ્દામાલ જપ્ત કરાયો
ત્રણેય યુવકો પાસે રહેલી મીનિયા થેલીમાં તપાસ કરતા તેમાંથી 1.454 કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. છોટા ઉદેપુર એસ.ઓ.જી. એ આ ત્રણે યુવકોની રૂ 14,540ના સૂકા ગાંજા, મોબાઈલ અને બે બાઈક સહિત રૂ.89,080 ના મુદ્દામાલ સહિત ધરપકડ કરી હતી. આ ત્રણેય યુવકોને પૂછપરછ કરતાં કિશનભાઈ જીવનભાઈ તડવી રહે. વડોદરા, પ્રશાંતભાઈ દયાલશરણ વણકર અને પ્રદીપભાઈ સુરેન્દ્રભાઈ ચૌહાણ રહે કઠિવાડા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment