બેટ દ્વારકાની ફેરી સર્વિસ બંધ કરાઇ:દરિયામાં કરંટ અને વરસાદી માહોલ વચ્ચે તંત્ર દ્વારા તમામ ફેરી બંધ કરાવાઈ; દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન ન કરી શક્યા - Alviramir

બેટ દ્વારકાની ફેરી સર્વિસ બંધ કરાઇ:દરિયામાં કરંટ અને વરસાદી માહોલ વચ્ચે તંત્ર દ્વારા તમામ ફેરી બંધ કરાવાઈ; દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન ન કરી શક્યા

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

દ્વારકા જગત મંદિરના કારણે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી પડે છે, ત્યારે ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં અચૂક પણે દર્શન કરવા ભક્તો જતા હોય છે. અને બેટ દ્વારકા જવા માટે ફેરીબોટનો સહારો લેવો પડે છે. પરંતુ હાલ દરિયામાં વધુ કરંટ હોવાથી અને વરસાદી વાતાવરણ હોવાથી અને તંત્ર દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાના હિસાબે હાલ ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.

દરરોજ હજારોની સંખ્યામાં લોકો બેટ દ્વારકા દર્શન કરવા જતા હોય છે

દરરોજ હજારોની સંખ્યામાં લોકો બેટ દ્વારકા દર્શન કરવા જતા હોય છે

દર્શનાર્થી દર્શનથી વંચિત રહ્યા
બેટ દ્વારકા જતી ફેરિબોટ સર્વિસ ભારે પવન અને મોજાના કારણે બંધ કરાઈ છે. હાલ દરીયામાં વધુ મોજા હોવાથી ફેરી બોટ કાંઠે લગાવી ન શકાવાની સ્થિતિ થતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ જીએમબીનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાધામ બેટ દ્વારકા જતા પ્રવાસીઓ ફેરીબોટ સર્વીસ બંધ કરાતા પાછા ફર્યા હતા. અને દર્શનથી વંચિત રહ્યા હતા. સ્થિતિ સામાન્ય થતા ફેરીબોટ સર્વિસ યથાવત કરવામાં આવશે. તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment