બેઠક:પંચમહાલમાં જિલ્લા સંકલન સમિતિની ભાગ 1 અને 2ની બેઠક - Alviramir

બેઠક:પંચમહાલમાં જિલ્લા સંકલન સમિતિની ભાગ 1 અને 2ની બેઠક

ગોધરા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જનપ્રતિનિધિઓના પ્રશ્નો અંગે અધિકારીઓને અમલ કરવા જણાવ્યું

પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની ભાગ 1 અને 2ની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરે જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિતને લગતા વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિઓ અંગે કરેલ કાર્યને રજૂ કર્યું હતું. આ સાથે પ્રેઝન્ટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. અરજદારની પડતર અરજીઓ, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સૂચનો કર્યા હતા.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્રારા રજૂ થયેલાં વિવિધ વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, અધિક નિવાસી કલેક્ટર તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહીસાગરમાં પ્રશ્નો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને અનુરોધ
મહીસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ 1 અને 2ની બેઠક જિલ્લા કલેક્ટર ર્ડો.મનીષકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિતને લગતા વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેને કલેક્ટરે નિહાળ્યું હતું. પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્ર ની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં લુણાવાડા, બાલાસિનોર ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, અધિક નિવાસી કલેક્ટર, ડીઆરડીએ ડાયરેક્ટર, પ્રાંત અધિકારીઓ, તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment