બેઠક:બહોળી સંખ્યામાં સભ્યોએ યુનિયનની બેઠકમાં ભાગ લઈ પ્રમુખની સતાને પડકારી - Alviramir

બેઠક:બહોળી સંખ્યામાં સભ્યોએ યુનિયનની બેઠકમાં ભાગ લઈ પ્રમુખની સતાને પડકારી

ગાંધીધામએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન, કંડલા (એચએમએસ)માં નિર્ણાયક બદલાવ

ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનની ગોપાલપુરીમાં મળેલી સભામાં બહોળી સંખ્યામાં સભ્યો, પુર્વ હોદેદારોએ હાજર રહીને પ્રમુખની સતાને પડકારી હતી. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન, કંડલામાં આંતરીક અસંતોષ નિર્ણાયક વણાંક લઈ રહ્યો હોય તેમ ગોપાલપુરીમાં શનિવારે યોજાયેલી સભામાં 200થી વધુ લોકો જોવા મળ્યા હતા. પ્રસ્તાવક દિવાનસિંહ જાડેજાએ જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સની આમ સભા રજીસ્ટ્રારના માર્ગદર્શન તળે ગોપાલપુરીમાં મળી હતી.

જેમાં આઠ હોદેદારોએ બોલાવેલી સભામાં પ્રમુખની સતા પડકારીને પ્રમુખને આપેલી સતાને ચાર ઉપ્રપ્રમુખોને આપેલી હતી. સભામાં યુનિયન વિરોધી પ્રવ્રુતિ અંગે બંધારણથી બહાર જઈને લીધેલા નિર્ણયો, બેઠકો, પ્રમુખને વારંવાર રજુઆત છતાં કોઇ નિકાલ ન થતા આ પગલાની આવશ્યકતા લેવી પડી હોવાનું ઉપપ્રમુખ જાડેજાએ જણાવ્યું હતું.

લાંબા સમયથી ખાલી મહામંત્રી, ખજાનચીની પોસ્ટ, કોર્ટમાં ફસાયેલા કેસ સહિતના મુદે ચર્ચા થઈને અસંતોષ વ્યક્ત કરી પ્રમુખ દ્વારા ગેરબંધારણી પ્રવૃતિ ચલાવાતી હોવાનું કહીને વખોડાઈ હતી. બેઠલમાં અલીમામદ ચાવડા, મહેશ અખાણી, મુકેશ વાસુ, મહેશ ગઢવી, બિપીન વાઘેલા, જગદીશ ગઢવી, અમૃતભાઈ પરીહાર, ઉમર લાડકા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ઉપપ્રમુખ જીવરાજભાઈ ભાંભીએ આ પ્રક્રિયા અયોગ્ય હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment