બેઠક:બાકીદાર બેન્કની ચૂંટણીમાં મત આપી શકે સભામાં હાજર રહી ન શકે! - Alviramir

બેઠક:બાકીદાર બેન્કની ચૂંટણીમાં મત આપી શકે સભામાં હાજર રહી ન શકે!

ભાવનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ડિસ્ટ્રી. બેન્કમાં મનઘડંત નિયમો સામે મહેસુલ સચિવને ફરિયાદ
  • ચૂંટણી હતી ત્યારે લાભ માટે બાકીદારોને મત આપવાની સત્તા બેઠક મળી તો પાછી ખેંચાઇ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ ઓ-ઓપરેટિવ બેન્કની બેધારી નીતિ સામે ભીખાભાઇ જાજડીયાએ મહેસુલ સચિવને ફરીયાદ કરી છે. જેમાં જણાવાયું છે કે આ બેન્કમાં જ્યારે ચૂંટણી થઇ ત્યારે સત્તાધિશોએ મીલીભગત આચરી અને જે બેન્કની મંડળીઓ મુદ્દત વીતી બાકીદારો હતો તેને પણ મત આપવાની છૂટ આપવામાં આવી હતી અને એ રીતે મુદ્દત વીતી હોય તેને પણ મત આપવાની પરવાનગી આપી હતી. આ રીતે ખોટી પદ્ધતિએ મત મેળવ્યા હોવાની આક્ષેપ કર્યો છે.

બાદમાં જ્યારે આ બેન્કના જનરલ મેનેજર પાસે માહિતી માગી તો જણાવાયુ઼ હતુ કે મુદ્દત વીતી મતદાર આપી શકે નહી. આ ખોટી પદ્ધતિને લીધે 6 આવા ખોટા મતદારોએ મત આપતા ભીખાભાઇએ જણાવ્યું છે કે મારી 5 મતે હાર થઇ હતી. જો કે બાદમાં 11 જુલાઇએ બેન્કની સાધારણ સભામાં હાજરી આપવા માટે બેન્કે જે પત્ર તેમજ ઠરાવ કર્યો તેમાં સ્પષ્ટતા કરાઇ છે કે મંડળીના મુદ્દત વિતી ગઇ હોય તેવા બાકીદારો આ સભામાં હાજર રહી શકી નહી.

હવે જો સાધારણ સભામાં પણ મુદ્દત વિતેલ મંડળીના પ્રતિનિધિ હાજર ન રહી શકે તો મુદ્દત વિતેલ મંડળી હોય તેના પ્રતિનિધિ કેવી રીતે મત આપી શકે ? તે પ્રશ્ન કર્યો છે. આવા નિયમથી સત્તાનો દુરઉપયોગ કર્યાનો અને તપાસ કરી યોગ્ય શિક્ષા કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment